Saturday, January 17 2026 | 12:53:53 AM
Breaking News

ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા બનાસ ડેરી, પાલનપુરની એક્સપોઝર વિઝિટ

Connect us on:

ભારતીય માનક બ્યૂરો (BIS) એ  ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જેની સ્થાપના બી.આઈ.એસ. અધિનિયમ, 2016 હેઠળ કરવામાં આવી છે. તે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને સેવાઓ માટે ભારતીય ધોરણો ઘડવા માટે અધિકૃત છે. તે ધોરણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુણવત્તા પ્રમાણપત્ર સહિત અનુરૂપતા મૂલ્યાંકન યોજનાઓની રચના અને અમલીકરણ માટે પણ જવાબદાર છે.

BISએ શૈક્ષણિક સંસ્થાઓમાં “સ્ટાન્ડર્ડ્સ ક્લબ” ની રચના કરીને, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે નોંધણી કરાવીને અને યુવાનોને વાઇબ્રન્ટ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને ગુણવત્તાયુક્ત જાગૃતિ લાવવા માટે પ્રશંસનીય પહેલ કરી છે. આ ક્લબો હેઠળ આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણ વિશે શીખવાની તકો મળે છે. બી.આઈ.એસ. એ સમગ્ર ભારતમાં 10,000 સ્ટાન્ડર્ડ્સ ક્લબ સ્થાપવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યું છે.

બી.આઈ.એસ, અમદાવાદ ગુણવત્તા ખાતરી પહેલના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે સ્ટાન્ડર્ડ્સ ક્લબના સભ્યો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને વિવિધ સરકારી વિભાગોના પ્રતિનિધિઓ જેવા હિતધારકો માટે વારંવાર કાર્યક્રમોનું આયોજન કરે છે.

વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવા અને વ્યવહારુ અનુભવ પ્રદાન કરવા માટે એક વિશેષ પહેલ તરીકે, બી.આઈ.એસ અમદાવાદ એ 18 ડિસેમ્બર 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાની આઠ શાળાઓના સ્ટાન્ડર્ડ્સ ક્લબના 190 વિદ્યાર્થીઓ માટે બનાસ ડેરી, પાલનપુરની એક્સપોઝર વિઝિટનું આયોજન કર્યું હતું.

મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ દૂધ, માખણ અને છાશ જેવા વિવિધ ડેરી ઉત્પાદનોની પ્રક્રિયાને નજીકથી નિહાળી હતી. ગુણવત્તા જાળવી રાખીને ઉત્પાદનો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પ્રક્રિયા કે જેના દ્વારા તેઓ ગ્રાહકો સુધી પહોંચે છે તે વિશે તેમને માહિતી આપવામાં આવી હતી. ડેરી ક્ષેત્રની કામગીરી સાથે વિદ્યાર્થીઓને પરિચિત કરાવવા માટે ડેરી ઉદ્યોગની સ્થાપના અને કામગીરી દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ BIS ધોરણો, ISI માર્ક અને હોલમાર્ક જેવા પ્રમાણપત્રો અને BIS કેર એપના મહત્વ વિશે શીખ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

આ પ્રસંગે બીઆઈએસ અમદાવાદના શ્રી પુનીત નાથવાણીએ વિદ્યાર્થીઓને બીઆઈએસની ભૂમિકા, ધોરણોની જરૂરિયાત અને તેમના મહત્વ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે સમજાવ્યું કે કેવી રીતે બીઆઈએસ તેના નિર્ધારિત માનકો દ્વારા ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરે છે.

શ્રી અમિત સિંહે વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે બીઆઈએસ યોગ્ય માનકો અનુસાર ઉત્પાદનો તૈયાર કરીને, પરીક્ષણ કરીને અને લાઇસન્સ આપીને અને તેમના અમલીકરણને ફરજિયાત બનાવીને સમગ્ર દેશમાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની ડિલિવરી સુનિશ્ચિત કરે છે.

આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા સંબંધિત શાળાઓના શિક્ષકો પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. એક્સપોઝર મુલાકાતનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રક્રિયાઓ અને ગુણવત્તાના ધોરણો વિશે જાગૃત કરવાનો હતો.

આ પહેલ દ્વારા, બી.આઈ.એસ. એ વિદ્યાર્થીઓને ઉદ્યોગની વાસ્તવિક દુનિયાની પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપનને સમજવાની તક પૂરી પાડી. આ મુલાકાત વિદ્યાર્થીઓના ભવિષ્યના પ્રયાસો માટે શૈક્ષણિક અને પ્રેરણાદાયી બંને સાબિત થઈ હતી.

About Matribhumi Samachar

Check Also

ભારતીય ડાક વિભાગે અમદાવાદમાં ‘પતંગ ઉત્સવ’નું આયોજન કર્યું , પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે શુભારંભ કર્યું

ગુજરાતના અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’ દેશ-વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેમાં દેશ અને દુનિયાભરના …