Tuesday, December 09 2025 | 10:02:17 AM
Breaking News

સોનાના વાયદાના ભાવમાં રૂ.2,318 અને ચાંદીમાં રૂ.5,446નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.35ની નરમાઈ

Connect us on:

સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદામાં રૂ.840નો ઘટાડોઃ મેન્થા તેલ સુધર્યુઃ નેચરલ ગેસ ઢીલુઃ બિનલોહ ધાતુઓ એકંદરે ઘટીઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,19,903 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1148716 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 116,75,476 સોદાઓમાં કુલ રૂ.12,68,632.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,19,903.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11,48,716.89 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,86,586 સોદાઓમાં રૂ.68,323.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.78,086ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,118 અને નીચામાં રૂ.75,459ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,318ના ભાવઘટાડા સાથે રૂ.75,651ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,638 તૂટી રૂ.60,890 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.143 ઘટી રૂ.7,591ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,209ના ભાવઘટાડા સાથે રૂ.75,191ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,201ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.92,338 અને નીચામાં રૂ.86,655ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.5,446ના ભાવઘટાડા સાથે રૂ.87,187ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5,288ના ભાવઘટાડા સાથે રૂ.87,328 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.5,277ના ભાવઘટાડા સાથે રૂ.87,326 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 99,099 સોદાઓમાં રૂ.13,055.02 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.823.00ના ભાવે ખૂલી, રૂ.25.90 ઘટી રૂ.796.75 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.60 ઘટી રૂ.241.25 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.40 ઘટી રૂ.177ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.55 ઘટી રૂ.279ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.241.70 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.177.50 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.7.35 ઘટી રૂ.279.65 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,70,677 સોદાઓમાં રૂ.38,499.02 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,951ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,030 અને નીચામાં રૂ.5,872ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.35 ઘટી રૂ.5,933 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.34 ઘટી રૂ.5,936 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.298ના ભાવે ખૂલી, રૂ.0.40 ઘટી રૂ.299.20 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 0.3 ઘટી 298.9 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.25.59 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,870 અને નીચામાં રૂ.53,600ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.840 ઘટી રૂ.54,020ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.10 વધી રૂ.927.80 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.34,305.76 કરોડનાં 44,714.642 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.34,018.18 કરોડનાં 3,772.599 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.7,829.72 કરોડનાં 13,088,470 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.30,669.30 કરોડનાં 1,094,724,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,700.27 કરોડનાં 70,296 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.264.16 કરોડનાં 14,784 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,317.61 કરોડનાં 90,303 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,772.98 કરોડનાં 132,891 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.08 કરોડનાં 3,744 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.20.51 કરોડનાં 219.6 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,248.146 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,616.115 ટન, તાંબાના વાયદાઓમાં 30,085 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 22,616 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 7,096 ટન તથા જસત અને જસત-મિનીમાં 18,323 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,55,230 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,68,29,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 16,368 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 203.76 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.12.42 કરોડનાં 133 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 56 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 19,063 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,063 અને નીચામાં 18,320 બોલાઈ, 743 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 692 પોઈન્ટ ઘટી 18,348 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,48,716.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,04,843.13 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.13,369.35 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,25,487.49 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,91,618.04 કરોડનાં કામકાજ થયાં હતાં.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

આયુષ મંત્રાલય અને WHO દ્વારા સહ-આયોજિત વૈશ્વિક સમિટ 17–19 ડિસેમ્બર 2025ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાશે

આયુષ મંત્રાલયે આજે નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે દ્વિતિય WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિન (પરંપરાગત …