કેરળથી એક સપ્તાહ માટે ગુજરાતના પ્રવાસે આવેલા મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ધોરડોના સફેદ રણનો નજારો માણ્યો હતો.

ધોરડો ગામનાં સરપંચ મિયાં હુસેન બેગ સાથે રૂબરૂ મુલાકાત લઈ તેમણે ધોરડોના પ્રવાસન ક્ષેત્રને થયેલા વિકાસની વાતો જાણી હતી.

સરપંચ મિયાહુસેનજીએ મંડળને જૂના વીડિયો બતાવી ધોરડોનાં કાયાપલટની વિસ્તૃત જાણકારી આપી હતી. રણનો ડર હતો. કશું ઉત્પાદન થતું નહીં, ત્યાં આપદા અવસરમાં તબદીલ થઇ ગઇ છે. આજે ગામમાં 7 હેલિપેડ હોવાનું જણાવ્યું હતું. તેમજ હેન્ડીક્રાફ્ટને કારણે રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ લાભ મહિલાઓને થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સફેદ રણમાં સૂર્યાસ્તનો નજારો માણવા મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓને જોઈ તેઓ અચંબિત થઈ ગયા હતા. અહીં તેમણે સ્થાનિક પરિધાન પહેરવાનો લ્હાવો પણ લીધો હતો.
વહેલી સવારે તેઓ નડાબેટમાં ઝીરો પોઇન્ટ સરહદ સુધી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બીએસએફ જવાનોની કપરી ફરજ અંગેની માહિતી મેળવી હતી. રણ વિસ્તારમાં ભરેલા પાણીમાં આવેલા યાયાવર પક્ષીઓ પણ જોવા મળ્યા હતા.
Matribhumi Samachar Gujarati

