Tuesday, December 09 2025 | 11:49:07 PM
Breaking News

ચાંદીના વાયદાના ભાવમાં રૂ.131ની નરમાઈઃ સોનાના વાયદાઓમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ સુધર્યું

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57976.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8152.89 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49816.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18563 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.762.55 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 3737.69  કરોડનાં કામકાજ થયાં હતાં.  એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.76255ના ભાવે ખૂલી,  ઉપરમાં રૂ.76349 અને  નીચામાં રૂ.76147ના મથાળે અથડાઈ, રૂ.76144ના આગલા બંધ સામે રૂ.21 વધી રૂ.76165ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.48 ઘટી રૂ.60974ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.7590ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.75501ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.89282ના ભાવે ખૂલી,  ઉપરમાં રૂ.89573 અને  નીચામાં રૂ.88952ના સ્તરને સ્પર્શી, રૂ.89118ના આગલા બંધ સામે રૂ.131 ઘટી રૂ.88987ના ભાવ થયા હતા.  આ સામે  કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.141 ઘટી રૂ.89030ના સ્તરે પહોંચ્યો હતો.  જ્યારે  ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.141 ઘટી રૂ.89037ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1876.43  કરોડનાં કામકાજ થયાં હતાં.  કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.10 વધી રૂ.802.45ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો રૂ.4.1 વધી રૂ.281.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.6.75 વધી રૂ.252.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો 5 પૈસા ઘટી રૂ.175.7ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2535.80  કરોડનાં કામકાજ થયાં હતાં.  એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5928ના ભાવે ખૂલી,  ઉપરમાં રૂ.5974 અને  નીચામાં રૂ.5922ના સ્તરને સ્પર્શી, રૂ.5901ના આગલા બંધ સામે રૂ.69 વધી રૂ.5970ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.67 વધી રૂ.5972ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.9.7 વધી રૂ.321.7ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.9.7 વધી રૂ.321.7ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.917.6ના ભાવે ખૂલી,  રૂ.1.2 ઘટી રૂ.917.1ના ભાવ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.20 વધી રૂ.54400ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2136.14  કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1601.55  કરોડના વેપાર થયા હતા.  તાંબાના વાયદાઓમાં રૂ. 1056.12  કરોડ,  એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 267.05  કરોડ,  સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 48.62  કરોડ,  જસત અને જસત-મિનીના વાયદાઓમાં  રૂ. 504.65  કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 402.22  કરોડનાં વેપાર થયા હતા.  જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2133.58  કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.83  કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.96  કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14622 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41384 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9064 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 109711 લોટના સ્તરે હતો.  જ્યારે ચાંદીના વાયદાઓમાં  34765 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં  55934 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં  198278 લોટના સ્તરે રહ્યો હતો.  ક્રૂડ તેલના વાયદાઓમાં  8301 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં  23440 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18635 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18657 પોઈન્ટના સ્તર અને નીચામાં 18563 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 46 પોઈન્ટ ઘટી 18563 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો,  ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.25.9 વધી રૂ.147.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.320ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.25 વધી રૂ.19.2ના ભાવે બોલાયો હતો.

સોનું ડિસેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.48.5 ઘટી રૂ.196ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.44 ઘટી રૂ.3325.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.52 વધી રૂ.17.8ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 99 પૈસા વધી રૂ.8.33ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.26.35 વધી રૂ.150.35ના ભાવે બોલાયો હતો.  આ સામે  નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.85 વધી રૂ.25.45ના ભાવે બોલાયો હતો.  જ્યારે  સોનું-મિની ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.42.5 ઘટી રૂ.26.5ના ભાવે બોલાયો હતો.  આ સામે  ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.23.5 ઘટી રૂ.3262ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31.4 ઘટી રૂ.136.7ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.85 ઘટી રૂ.24.6ના ભાવે બોલાયો હતો.

સોનું ડિસેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.48 ઘટી રૂ.103ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.20.5 વધી રૂ.3290ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.69 ઘટી રૂ.14.75ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 36 પૈસા ઘટી રૂ.4.99ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31.95 ઘટી રૂ.137.55ના ભાવે બોલાયો હતો.  આ સામે  નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.2 ઘટી રૂ.31ના ભાવ થયા હતા.  જ્યારે  સોનું-મિની ડિસેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.35.5 ઘટી રૂ.33.5ના ભાવે બોલાયો હતો.  આ સામે  ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.89000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.120.5 વધી રૂ.3186ના ભાવ થયા હતા.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

UPIને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની; ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં 49% હિસ્સેદારી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’માં યુનિફાઇડ પેમેન્ટ્સ …