Tuesday, January 06 2026 | 11:50:05 AM
Breaking News

BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન

Connect us on:

ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.

શ્રી સંજીવ શર્મા અને શ્રી અમન રાજપૂત, BIS હોલમાર્કિંગ પ્રતિનિધિઓ,  BIS અમદાવાદએ BIS હોલમાર્કિંગ સ્કીમ, માર્ગદર્શિકા અને પ્રોગ્રામ દરમિયાન BIS હોલમાર્કિંગ રજીસ્ટ્રેશન કેવી રીતે મેળવવું અને BIS પોર્ટલ દ્વારા HUID માટે કેવી રીતે અરજી કરવી તે અંગે વિગતવાર માહિતી આપી. સહભાગીઓને BIS કેર એપ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ 24 ડિસેમ્બર 2024ની પૂર્વ સંધ્યાના રોજ હોલમાર્કિંગ અંગે જ્વેલર્સમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે, ડુંગરપુર જિલ્લો તાજેતરમાં 05 નવેમ્બર 2024થી ફરજિયાત હોલમાર્કિંગ જિલ્લાઓમાં ઉમેરાયો છે.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગ દ્વારા અમદાવાદમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ વર્કશોપ નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

ડાક વિભાગ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા મજબૂત બનાવતા સતત આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સોલ્યુશન્સ તથા …