ભારત સરકારે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માટેની યોજનાને મંજૂરી આપી છે. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારો સમગ્ર દેશમાં સનદી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્યને સ્વીકારવા, ઓળખવા અને પુરસ્કૃત કરવા માટે રચાયેલ છે. વર્ષ 2025 માટે, જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કારોની યોજનાનો ઉદ્દેશ્ય નીચેની ત્રણ શ્રેણીઓ હેઠળ સનદી અધિકારીઓના યોગદાનને માન્યતા આપવાનો છે:
શ્રેણી 1: 11 પ્રાથમિકતા ક્ષેત્રના કાર્યક્રમો હેઠળ જિલ્લાઓનો સર્વાંગી વિકાસ. આ શ્રેણી હેઠળ, 5 પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
શ્રેણી 2: આકાંક્ષી બ્લોક કાર્યક્રમ (Aspirational Blocks Program). આ શ્રેણી હેઠળ, 5 પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
શ્રેણી 3: કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો, રાજ્યો, જિલ્લાઓ માટે નવીનતાઓ. આ શ્રેણી હેઠળ, 6 પુરસ્કારો એનાયત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલ 01લી ઓક્ટોબર, 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. પોર્ટલ 01લી ઓક્ટોબર, 2025 થી 30મી નવેમ્બર, 2025 સુધી નોંધણી અને નામાંકન સબમિટ કરવા માટે કાર્યરત હતું.
પ્રધાનમંત્રી પુરસ્કાર પોર્ટલ પર 2035 નામાંકન પ્રાપ્ત થયા હતા. પ્રાપ્ત થયેલા નામાંકનનો શ્રેણીવાર વિભાજન નીચે મુજબ છે –
(a) જિલ્લાઓનો સર્વાંગી વિકાસ: 513
(b) આકાંક્ષી બ્લોક કાર્યક્રમ: 464
(c) નવીનતાઓ: 1058
પુરસ્કારોના હેતુસર અરજીઓના મૂલ્યાંકનમાં (i) અધિક સચિવોની અધ્યક્ષતાવાળી સ્ક્રીનિંગ કમિટી દ્વારા જિલ્લાઓ/સંસ્થાઓની શોર્ટ-લિસ્ટિંગ, (ii) DARPG ના સચિવની અધ્યક્ષતાવાળી નિષ્ણાત સમિતિ દ્વારા મૂલ્યાંકન અને (iii) કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી સશક્ત સમિતિ દ્વારા પુરસ્કારો માટેની અંતિમ ભલામણનો સમાવેશ થશે. પુરસ્કારો માટે સશક્ત સમિતિની ભલામણો પર પ્રધાનમંત્રીની મંજૂરી લેવામાં આવશે.
પ્રધાનમંત્રી પુરસ્કારો, 2025 માં નીચેનાનો સમાવેશ થશે: (i) ટ્રોફી, (ii) સ્ક્રોલ અને (iii) પુરસ્કૃત જિલ્લા/સંસ્થાને ₹20 લાખનું પ્રોત્સાહન જેનો ઉપયોગ પ્રોજેક્ટ/કાર્યક્રમના અમલ માટે અથવા જાહેર કલ્યાણના કોઈપણ ક્ષેત્રમાં સંસાધન અંતર (resources gaps)ને દૂર કરવા માટે કરવાનો રહેશે.
આ પુરસ્કારો માનનીય પ્રધાનમંત્રી દ્વારા 21મી એપ્રિલ, 2026 ના રોજ સિવિલ સર્વિસિસ ડે, 2026 ના અવસરે વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવશે.
Matribhumi Samachar Gujarati

