પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
એક્સ પર શ્રી દેવેન્દ્ર ફડણવીસની પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ લખ્યુઃ
“હું દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાના મહારાષ્ટ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરું છું. આ ચોક્કસપણે ‘ઇઝ ઑફ લિવિંગ’ને પ્રોત્સાહન આપશે અને વધુ પ્રગતિનો માર્ગ મોકળો કરશે. ગઢચિરોલીના અને તેની આસપાસના વિસ્તારોની મારી બહેનો અને ભાઈઓને વિશેષ અભિનંદન!”
“મહારાષ્ટ્ર સરકાર દ્વારા દુર્ગમ અને માઓવાદી પ્રભાવિત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની હું પ્રશંસા કરું છું. આ ચોક્કસપણે જીવનને સરળ બનાવશે અને વધુ પ્રગતિનો માર્ગ મોકળો કરશે. ગઢચિરોલી અને તેની આસપાસના વિસ્તારોના મારા ભાઈઓ અને બહેનોને વિશેષ શુભેચ્છાઓ.!”
Matribhumi Samachar Gujarati

