Friday, January 02 2026 | 07:04:25 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ.919નો પ્રત્યાઘાતી ઉછાળોઃ ચાંદીનો વાયદો રૂ.293 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.23 વધ્યો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.53019.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13559.36 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.39460.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21485 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.837.62 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 10823.12 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.92835ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93443 અને નીચામાં રૂ.92370ના મથાળે અથડાઈ, રૂ.92339ના આગલા બંધ સામે રૂ.919 વધી રૂ.93258ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.525 વધી રૂ.75210 થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.72 વધી રૂ.9435 થયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.840 વધી રૂ.93550ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.92920ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93690 અને નીચામાં રૂ.92713ના મથાળે અથડાઈ, રૂ.92659ના આગલા બંધ સામે રૂ.821 વધી રૂ.93480ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.94242ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94242 અને નીચામાં રૂ.93840ના મથાળે અથડાઈ, રૂ.93583ના આગલા બંધ સામે રૂ.293 વધી રૂ.93876 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.253 વધી રૂ.95073 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.257 વધી રૂ.95098 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1472.63 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.9.3 વધી રૂ.840ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.1.45 વધી રૂ.245.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.7 વધી રૂ.232.6ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 10 પૈસા ઘટી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1169.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.4990ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5042 અને નીચામાં રૂ.4960ના સ્તરને સ્પર્શી, રૂ.4972ના આગલા બંધ સામે રૂ.23 વધી રૂ.4995ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.22 વધી રૂ.4996ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.2 વધી રૂ.294.8 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.4.1 વધી રૂ.294.6 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.913.7ના ભાવે ખૂલી, રૂ.3.4 ઘટી રૂ.910.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.110 વધી રૂ.54300 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8971.50 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 1851.62 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 968.64 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 149.43 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 37.78 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 316.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 439.90 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 729.55 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.76 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.19 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18622 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 35490 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11190 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 153887 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 8161 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18193 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33862 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 130522 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 23750 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15049 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21338 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21485 પોઇન્ટના સ્તર અને નીચામાં 21323 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 162 પોઇન્ટ વધી 21485 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.6.6 વધી રૂ.201.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.22ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.281.5 વધી રૂ.1145.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.131.5 વધી રૂ.3358 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.3 વધી રૂ.15.3 થયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.05 વધી રૂ.3.9 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.17.8 ઘટી રૂ.205.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.85 ઘટી રૂ.17.65ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.199 ઘટી રૂ.635.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.84.5 ઘટી રૂ.3329.5ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.830ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.5.26 ઘટી રૂ.15.5ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા ઘટી રૂ.2.67 થયો હતો.

 

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

BSNLએ ભારતના તમામ સર્કલમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ (VoWiFi) સેવા શરૂ કરી

નવા વર્ષ નિમિત્તે ભારતની અગ્રણી સરકારી ટેલિકોમ કંપની, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), દેશભરમાં વોઇસ …