Sunday, January 11 2026 | 03:41:39 PM
Breaking News

કપાસની ખરીદી માટે CCI કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા

Connect us on:

ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલા માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાનાં હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે મંત્રીશ્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કેન્દ્રનાં ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલા આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા ઉપલબ્ધ રહેશે.

તેમણે વધુમાં અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રીશ્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને સાકાર કરી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે ગઢડાનાં ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડીયા, શ્રી પેથાભાઈ આહીર, શ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળા તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

भारत : 1885 से 1950 (इतिहास पर एक दृष्टि) व/या भारत : 1857 से 1957 (इतिहास पर एक दृष्टि) पुस्तक अपने घर/कार्यालय पर मंगाने के लिए आप निम्न लिंक पर क्लिक कर सकते हैं

सारांश कनौजिया की पुस्तकें

 

ऑडियो बुक : भारत 1885 से 1950 (इतिहास पर एक दृष्टि)

 

About Matribhumi Samachar

Check Also

ચાંદીનો વાયદો રૂ.2,59,692ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.1938 ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.424570 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1722772 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.322621 કરોડનાં …