પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…!
ૐ શાંતિ…!!”
Matribhumi Samachar Gujarati

