Monday, December 08 2025 | 02:43:23 PM
Breaking News

કેન્દ્રીય મંત્રી બ્રેસિયામાં ભારત-ઇટાલી વિકાસ મંચ ખાતે ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

Connect us on:

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી પીયૂષ ગોયલ આજે ઇટાલીની તેમની સત્તાવાર મુલાકાત શરૂ કરી છે. બે દિવસીય મુલાકાત 4-5 જૂન, 2025ના રોજ આયોજિત છે.  જેમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે આર્થિક સહયોગને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને અન્ય કાર્યક્રમોના આયોજન બાદ સમાપ્ત થશે. ઇટાલીની તેમની આ યાત્રા મુખ્ય યુરોપિયન ભાગીદારો સાથે વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો વધારવા અને ઇટાલી સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સહયોગને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.

આ મુલાકાત દરમિયાન, મંત્રી ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી મહામહિમ એન્ટોનિયો તજાની સાથે ભારત-ઇટાલી સંયુક્ત આર્થિક સહકાર આયોગ (JCEC)ના 22મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે.

ભારત-ઇટાલી સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના (JSAP) 2025-2029નાં પ્રારંભ પછી ભારત-ઇટાલી દ્વિપક્ષીય સંબંધોમાં નિર્ણાયક તબક્કાના સંદર્ભમાં આ જોડાણ થયું છે. નવેમ્બર 2024માં રિયો ડી જાનેરોમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની બેઠક પછી જાહેર કરાયેલ JSAP, દસ વિષયોના સ્તંભો પર બનેલ છે, જેમાં આર્થિક સહયોગ મુખ્ય કેન્દ્ર તરીકે છે.

રોમમાં 22મું JCEC સત્ર બંને પક્ષોને પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ઉદ્યોગ 4.0, કૃષિ, ડિજિટલાઇઝેશન, ઊર્જા સંક્રમણ, ટકાઉ ગતિશીલતા અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) જેવા ઉચ્ચ-અસરકારક ક્ષેત્રોમાં સહયોગ માટે નવા માર્ગો ઓળખવાની તક આપશે. આ ચર્ચાઓ દ્વિપક્ષીય આર્થિક જોડાણને વધુ મજબૂત બનાવવાની અને વ્યૂહાત્મક ઔદ્યોગિક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.

શ્રી ગોયલ એક મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર, બ્રેસિયામાં ભારત-ઇટાલી ગ્રોથ ફોરમમાં ઉચ્ચ સ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ કરશે. આ ફોરમ રોકાણને પ્રોત્સાહન આપવા, વ્યવસાય-થી-વ્યવસાય જોડાણો બનાવવા અને નવીનતા અને ટકાઉપણું સાથે જોડાયેલા ક્ષેત્રોમાં સહસંબંધ શોધવા માટે બંને દેશોના મુખ્ય સાહસો અને હિસ્સેદારોને એકસાથે લાવશે.

આ મુલાકાત ભારત અને તેના યુરોપિયન ભાગીદારો વચ્ચે વધતી જતી રાજકીય ઇચ્છાશક્તિ અને એકરૂપ થતી આર્થિક આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તેનો ઉદ્દેશ્ય સહિયારા નેતૃત્વના દ્રષ્ટિકોણને ટકાઉ ભાગીદારીમાં રૂપાંતરિત કરવાનો છે. જે સમાવિષ્ટ વિકાસ, ઔદ્યોગિક પરિવર્તન અને વૈશ્વિક આર્થિક સ્થિતિસ્થાપકતાને આગળ ધપાવે છે.

About Matribhumi Samachar

Check Also

ભારત 20મા યુનેસ્કો ICH સત્રનું આયોજન કરશે

હાઇલાઇટ્સ   ભારત 8 થી 13 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીમાં અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ …