Wednesday, December 31 2025 | 05:47:39 PM
Breaking News

સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ સોનાના વાયદામાં રૂ.2011 અને ચાંદીના વાયદામાં રૂ.1978નો ઉછાળો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.75639.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17657.64 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57980.66 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22115 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1012.53 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.15014.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95200ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96693 અને નીચામાં રૂ.95200ના સ્તરને સ્પર્શી, રૂ.94649ના આગલા બંધ સામે રૂ.2011 વધી રૂ.96660 થયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.1408 વધી રૂ.77495 થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.167 વધી રૂ.9721 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1953 વધી રૂ.96620ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.95500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96741 અને નીચામાં રૂ.95301ના મથાળે અથડાઈ, રૂ.94794ના આગલા બંધ સામે રૂ.1876 વધી રૂ.96670ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.95400ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96788 અને નીચામાં રૂ.95400ના સ્તરને સ્પર્શી, રૂ.94424ના આગલા બંધ સામે રૂ.1978 વધી રૂ.96402ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1897 વધી રૂ.96422ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1917 વધી રૂ.96446ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1160.31 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.25 વધી રૂ.844.75 થયો હતો. જસત મે વાયદો રૂ.1.1 વધી રૂ.246.9ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 75 પૈસા ઘટી રૂ.231.65ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 65 પૈસા ઘટી રૂ.176.25ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1496.58 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.4885ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4979 અને નીચામાં રૂ.4885ના મથાળે અથડાઈ, રૂ.4832ના આગલા બંધ સામે રૂ.114 વધી રૂ.4946 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.111 વધી રૂ.4945ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.8 વધી રૂ.303.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.3.6 વધી રૂ.303.7 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.907.8ના ભાવે ખૂલી, રૂ.6 વધી રૂ.915.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.350 વધી રૂ.54500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.10791.07 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.4223.62 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.628.80 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.163.41 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.54.85 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.313.25 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.719.24 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.777.34 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.1.35 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.13 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19022 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36080 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11154 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 143705 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9461 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17983 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 32709 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 121873 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 25176 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16407 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21990 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22115 પોઇન્ટના સ્તર અને નીચામાં 21986 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 460 પોઇન્ટ વધી 22115 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.28.4 વધી રૂ.102.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.15 વધી રૂ.15.35ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.346 વધી રૂ.826 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1082.5 વધી રૂ.4045 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા વધી રૂ.14.43ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 17 પૈસા ઘટી રૂ.0.74 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.4900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.70.2 ઘટી રૂ.106.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.75 ઘટી રૂ.16.6 થયો હતો.

સોનું મે રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.378 ઘટી રૂ.424 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.938 ઘટી રૂ.2554ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.6 ઘટી રૂ.14.5 થયો હતો. જસત મે રૂ.247.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.46 ઘટી રૂ.3.84 થયો હતો.

               

                                        

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

વર્ષ-અંત સમીક્ષા 2025: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તેલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન, પેટ્રોલિયમ ઉત્પાદનોના શુદ્ધિકરણ, વિતરણ અને …