પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી કામેશ્વર ચૌપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને એક સમર્પિત રામ ભક્ત તરીકે બિરદાવ્યા હતા. જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“ભાજપના વરિષ્ઠ નેતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલજીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ ભગવાન રામના પ્રખર ભક્ત હતા. જેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં મૂલ્યવાન યોગદાન આપ્યું હતું. દલિત પૃષ્ઠભૂમિમાંથી આવતા કામેશ્વરજીને સમાજના વંચિત સમુદાયોના કલ્યાણ માટેના તેમના કાર્ય માટે હંમેશા યાદ કરવામાં આવશે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ!”
Matribhumi Samachar Gujarati

