Saturday, December 06 2025 | 07:32:09 AM
Breaking News

સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.1415 અને ચાંદીના વાયદામાં રૂ.6617નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.227ની તેજી

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 30 મેથી 5 જૂનના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1065285.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.201902.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.863361.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22597 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.18602.44 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.154184.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.95799ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.99214 અને નીચામાં રૂ.95411ના સ્તરને સ્પર્શી, રૂ.96459ના આગલા બંધ સામે રૂ.1415 વધી સપ્તાહના અંતે રૂ.97874ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.1274 વધી રૂ.78314ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.148 વધી રૂ.9816 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ રૂ.1437 વધી રૂ.97415ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.95812ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.98810 અને નીચામાં રૂ.95327ના સ્તરને સ્પર્શી, રૂ.96129ના આગલા બંધ સામે રૂ.1521 વધી રૂ.97650ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.97252ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.105484 અને નીચામાં રૂ.96742ના સ્તરને સ્પર્શી, રૂ.97826ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.6617 વધી રૂ.104443 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.6495 વધી રૂ.104210ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.6498 વધી રૂ.104202ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.11897.24 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.17.95 વધી રૂ.880.2 થયો હતો. જસત જૂન વાયદો રૂ.1.05 વધી સપ્તાહના અંતે રૂ.255.35ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.3.85 વધી રૂ.240.3ના ભાવે બોલાયો હતો. સીસું જૂન વાયદો રૂ.1.2 વધી સપ્તાહના અંતે રૂ.179.4 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.35810.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5192ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5491 અને નીચામાં રૂ.5132ના સ્તરને સ્પર્શી, રૂ.5215ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.227 વધી રૂ.5442ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.224 વધી રૂ.5443 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.20.3 વધી સપ્તાહના અંતે રૂ.319.7ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો સપ્તાહના અંતે રૂ.20.4 વધી રૂ.319.7 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.914ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.10.5 ઘટી રૂ.902.7ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો સપ્તાહના અંતે ખાંડીદીઠ રૂ.310 ઘટી રૂ.53600ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.95633.50 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.58551.44 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.7911.32 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1113.62 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.301.05 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2571.26 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.10369.56 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.25440.51 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.8.76 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.1.61 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 15231 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 27225 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5517 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 68351 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 7530 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20560 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 32506 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 92634 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 6761 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13981 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 21870 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22891 પોઇન્ટના સ્તર અને નીચામાં 21781 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 638 પોઇન્ટ વધી 22597 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

                               

           

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુનું નિવેદન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ શેડ્યૂલ્સમાં ચાલી રહેલા વિક્ષેપને, ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સના શેડ્યૂલ્સને માટે તાત્કાલિક અને …