Wednesday, December 10 2025 | 01:59:16 PM
Breaking News

એમસીએક્સ-આઇપીએફ દ્વારા કોમોડિટી બજાર પર રાષ્ટ્રીય સ્તરની એજ્યુકેશનલ ક્વીઝની 7મી આવૃત્તિ – ‘કોમક્વેસ્ટ 2025’ યોજાઇ

Connect us on:

મુંબઇઃ વિદ્યાર્થીઓ માટે કોમોડિટી બજાર પર એક આગવી રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ક્વીઝની 7મી આવૃત્તિ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ 2025નું 4 માર્ચ, 2025ના રોજ મુંબઇ ખાતે એક ભવ્ય ફિનાલે સાથે સફળતાપૂર્વક સમાપન થયું હતું. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ તરફથી નોંધણીઓ પ્રાપ્ત થઇ હતી, કુલ સંખ્યામાં મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા 44 ટકા જેટલી હતી. એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટની આ આવૃત્તિમાં જોડાવા માટે 220 શહેરોને આવરી લેતા 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 650થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ આકર્ષાઈ હતી, જે આ અગાઉની આવૃત્તિની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. અત્રે એ નોંધનીય છે કે આ અગાઉની આવૃત્તિમાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ 140 શહેરોની 460 સંસ્થાઓએ ભાગ લીધો હતો.

ભાગ લેનારા વિદ્યાર્થીઓનું કોમોડિટી બજાર વિશેના તેમના જ્ઞાન અને વ્યાપક સમજણનું ત્રણ મહિના સુધી ચાલેલા સ્ક્રીનીંગ ઇન્ટરવ્યુ, કેસ સ્ટડીઝ અને પેનલ ચર્ચાઓ સહિત અનેક રાઉન્ડ મારફતે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ઝોનલ રાઉન્ડઝ દિલ્હી-એનસીઆર, ભુવનેશ્વર, કોલકાતા અને મુંબઇમાં યોજાયાં હતાં. એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ ક્વીઝ સ્પર્ધાનો ભવ્ય ફિનાલે મુંબઇના સાંતાક્રુઝ પૂર્વના કલિના સ્થિત મુંબઇ યુનિવર્સિટી કેમ્પસના પ્રતિષ્ઠિત ગ્રીન ટેક્નોલોજી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

કોમોડિટી બજાર ક્ષેત્રે નાણાંકીય સાક્ષરતા ફેલાવવામાં મદદ કરી શકાય અને ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કોમોડિટી બજારની ઇકોસિસ્ટમ વચ્ચે ટકાઊ ઇન્ટરફેસને પ્રોત્સાહન આપવા માટેનાં એક મુખ્ય પગલાંરૂપે એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટનો પ્રારંભ વર્ષ 2019માં કરવામાં આવ્યો હતો, જે એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઇપીએફ)ની આગળ ધપી રહેલા જાગૃત્તિ અભિયાનનો એક ભાગ છે. એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ વિદ્યાર્થીઓને કોમોડિટી ઇકોસિસ્ટમમાં સામેલ થવામાં, સમગ્ર મૂલ્ય શ્રૃંખલામાં માર્કેટ આંતરમાળખાકીય સંસ્થાઓ જેમ કે એક્સચેન્જીસ, ક્લિયરિંગ કોર્પોરેશનો અને માર્કેટના મધ્યસ્થીઓ સહિતના હિસ્સાધારકોની મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરવામાં સહાય કરે છે.

એમસીએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મિસ પ્રવીણા રાયે જણાવ્યું હતું કે, “એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટે તેના પ્રારંભથી જ વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટેની જિજ્ઞાસા અને જુસ્સાને સતત વેગ પૂરો પાડ્યો છે. કોમોડિટી બજારની જટિલતાઓને શોધવા માટે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડીને, તેણે નાણાંકીય સાક્ષરતા અને ઉદ્યોગ જાગૃત્તિને પ્રોત્સાહન આપવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સ્પર્ધાએ પ્રત્યેક આવૃત્તિ સાથે વેગ પકડ્યો છે, જેને લીધે સહભાગીઓ અને સંસ્થાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમ-જેમ એમસીએક્સ-આઇપીએફ કોમક્વેસ્ટ ક્વીઝની માત્રા અને પ્રભાવમાં સતત વૃદ્ધિ થઇ રહી છે, તેમ-તેમ વિદ્યાર્થીઓ માટે તેમના જ્ઞાનને વિસ્તૃત કરવા માટેનું, ઉદ્યોગ અગ્રણીઓ સાથે સામેલ થવા માટેનું અને કોમોડિટી બજારના ક્ષેત્રમાં ભવિષ્યની શોધો માટેનો માર્ગ મોકળો કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે.”

વિવિધ પ્રતિભા પૂલમાં યોગદાન આપનારા સ્પર્ધાત્મક આઠ ફાઇનલિસ્ટમાં ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ-ભુવનેશ્વર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ (આઇઆઇએફટી)-કોલકાતા, વૈંકુઠ મેહતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ (વામનિકોમ)-પુના, એન.એલ. દાલમિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ-મુંબઇ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (બિમટેક)-નોઇડા, દિલ્હી એનસીઆર, એસઆરએમ યુનિવર્સિટી-આંધ્ર પ્રદેશ (એપી)-વિજયવાડા અને આઇઆઇએમ-ટ્રિચીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

UPIને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની; ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં 49% હિસ્સેદારી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’માં યુનિફાઇડ પેમેન્ટ્સ …