Friday, January 09 2026 | 07:51:25 AM
Breaking News

એમસીએક્સ પર સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ સોનાનો વાયદો રૂ.2,272 અને ચાંદીનો વાયદો રૂ.1,742 ઊછળ્યો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.154236.84 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26884.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.127349.49 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 20666 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3000.95 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 20367.47 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.87998ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90077 અને નીચામાં રૂ.87998ના સ્તરને સ્પર્શી, રૂ.87648ના આગલા બંધ સામે રૂ.2272 વધી રૂ.89920 થયો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.1235 વધી રૂ.71867ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.147 વધી રૂ.9033ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.2081 વધી રૂ.89530 થયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89703 અને નીચામાં રૂ.88001ના સ્તરને સ્પર્શી, રૂ.87706ના આગલા બંધ સામે રૂ.1846 વધી રૂ.89552ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.89005ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90856 અને નીચામાં રૂ.88525ના મથાળે અથડાઈ, રૂ.88744ના આગલા બંધ સામે રૂ.1742 વધી રૂ.90486 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.1680 વધી રૂ.90553ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.1697 વધી રૂ.90555 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2565.52 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.3.9 વધી રૂ.801.75ના સ્તરે પહોંચ્યો હતો. જસત એપ્રિલ વાયદો 65 પૈસા ઘટી રૂ.245.6 થયો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો રૂ.1.2 ઘટી રૂ.230.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું એપ્રિલ વાયદો 25 પૈસા વધી રૂ.175.6 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 4058.10 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5005ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5054 અને નીચામાં રૂ.4856ના મથાળે અથડાઈ, રૂ.5197ના આગલા બંધ સામે રૂ.335 ઘટી રૂ.4862 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.338 ઘટી રૂ.4863ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.5.9 ઘટી રૂ.297.8 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો રૂ.5.9 ઘટી રૂ.297.9 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.907.5ના ભાવે ખૂલી, રૂ.2.5 વધી રૂ.914.7ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 13805.18 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6562.30 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1646.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 183.99 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 120.49 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 614.46 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 2323.59 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1734.51 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.05 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19290 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29759 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7693 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 99229 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 2826 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 27554 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 47119 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 162511 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 28852 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17396 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 20375 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20666 પોઇન્ટના સ્તર અને નીચામાં 20375 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 438 પોઇન્ટ વધી 20666 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.143.5 ઘટી રૂ.168 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.4 ઘટી રૂ.16.55 થયો હતો.

સોનું એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.1049 વધી રૂ.1622ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1001.5 વધી રૂ.2842.5 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.88 વધી રૂ.22 થયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા ઘટી રૂ.0.95 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.144.5 ઘટી રૂ.169.75ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.85 ઘટી રૂ.12.45ના ભાવે બોલાયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.797.5 વધી રૂ.1262ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.988.5 વધી રૂ.2694ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.191.9 વધી રૂ.303.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.85 વધી રૂ.18.35ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.652 ઘટી રૂ.945 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.773.5 ઘટી રૂ.1783ના ભાવે બોલાયો હતો. તાંબું એપ્રિલ રૂ.800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.59 ઘટી રૂ.20.28ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.187.8 વધી રૂ.301.3ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.6 વધી રૂ.18.35 થયો હતો. સોનું-મિની એપ્રિલ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.676.5 ઘટી રૂ.915ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.842 ઘટી રૂ.1932.5ના ભાવે બોલાયો હતો.

                                                                     

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ચાંદીનો વાયદો ઊંચા મથાળે અથડાઇ ભાવમાં પીછેહટઃ સોનાનો વાયદો રૂ.867 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.85 નરમ

કોમોડિટી વાયદાઓમાં રૂ.41377.01 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.115744.23 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 32940.37 કરોડનાં …