Saturday, January 10 2026 | 12:09:32 AM
Breaking News

પ્રજાસત્તાક દિનની ઉજવણી 2025: વીર ગાથા 4.0 ને મળ્યો અદભૂત પ્રતિસાદ, સમગ્ર દેશમાંથી 1.76 કરોડ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Connect us on:

પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની સંયુક્ત પહેલ પ્રોજેક્ટ ‘વીર ગાથા 4.0’ની ચોથી આવૃત્તિને રાષ્ટ્રવ્યાપી અદભૂત પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે લગભગ 2.31 લાખ શાળાઓના અંદાજે 1.76 કરોડ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે.

આ સ્પર્ધા અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે 100 વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. વિજેતાઓને ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે. જેમાં દરેકમાંથી 25 વિજેતાઓ હોય છેઃ પ્રારંભિક તબક્કો (ગ્રેડ 3-5), મધ્યમ તબક્કો (ગ્રેડ 6-8), સેકન્ડરી સ્ટેજ (ગ્રેડ 9-10) અને સેકન્ડરી સ્ટેજ (ગ્રેડ 11-12). વિજેતાઓની યાદી નીચે મુજબ છેઃ

(વીર ગાથા 4.0 – સુપર100 વિજેતાઓ)

05 સપ્ટેમ્બર, 2024ના રોજ શરૂ કરાયેલ, પ્રોજેક્ટ વીર ગાથા 4.0માં નિબંધ અને ફકરા લેખન માટે વિવિધ વિચારપ્રેરક વિષયો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને તેમના પસંદ કરેલા રોલ મોડેલ અંગે, ખાસ કરીને શૌર્ય પુરસ્કાર પ્રાપ્તકર્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લખવાની તક મળી. તેમને રાણી લક્ષ્મીબાઈ જેવા સ્વતંત્રતા સેનાનીઓના પ્રેરણાદાયી જીવન, 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી બળવાની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે જાણકારી લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિવિધ વિષયોએ ની માત્ર પ્રવેશોની ગુણવત્તામાં જ વધારો નથી કર્યો, પરંતુ સહભાગીઓની ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા વિશેની સમજણને પણ વધારી છે.

આ પ્રોજેક્ટમાં સ્થાનિક સ્તરે પ્રવૃત્તિઓનું સંચાલન કરતી શાળાઓ, ગેલેન્ટ્રી પુરસ્કાર વિજેતાઓ (ઓફલાઇન અને ઓનલાઇન બંને) દ્વારા રાષ્ટ્રવ્યાપી વાર્તાલાપ કાર્યક્રમો અને MyGov પોર્ટલ દ્વારા ટોચની એન્ટ્રીઓ સબમિટ કરવાનો સમાવેશ થતો હતો.

શાળા કક્ષાની પ્રવૃત્તિઓ 31 ઓક્ટોબર, 2024ના રોજ સમાપ્ત થઈ હતી. રાજ્ય અને જિલ્લા સ્તરે મૂલ્યાંકન બાદ, રાષ્ટ્રીય સ્તરના મૂલ્યાંકન માટે લગભગ 4,029 એન્ટ્રી સબમિટ કરવામાં આવી હતી, જેમાં ટોચની 100 એન્ટ્રીઓને સુપર-100 વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. આ વિજેતાઓનું નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સન્માન કરવામાં આવશે. દરેક વિજેતાને રૂ.10,000નું રોકડ ઇનામ અને કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિનની પરેડ 2025ને નિહાળવાની વિશેષ અતિથિ તરીકે તક મળશે.

રાષ્ટ્રીય સ્તરના 100 વિજેતાઓ ઉપરાંત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરે આઠ વિજેતાઓ (દરેક કેટેગરીમાંથી બે) અને જિલ્લા સ્તરે ચાર વિજેતાઓ (દરેક કેટેગરીમાંથી એક)ની પસંદગી કરવામાં આવશે અને તેમનું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ/જિલ્લા સત્તાવાળાઓ દ્વારા સન્માન કરવામાં આવશે.

ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે 2021માં પ્રોજેક્ટ વીર ગાથાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો હેતુ બહાદુરી પુરસ્કાર વિજેતાઓની બહાદુરીના કૃત્યો અને આ નાયકોની જીવન કથાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. આ પહેલ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને નાગરિક મૂલ્યો રોપવામાં મદદ કરે છે. પ્રોજેક્ટ વીર ગાથાની આવૃત્તિ 1થી આવૃત્તિ 4 સુધીની સફર પ્રેરણાદાયક રહી છે, જેણે સમગ્ર દેશમાં સ્પર્ધાની પહોંચ વધારી છે.

પ્રોજેક્ટ વીર ગાથાની પ્રથમ બે આવૃત્તિઓમાં રાષ્ટ્રીય સ્તરે 25 વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ આવૃત્તિમાં આશરે આઠ લાખ અને બીજી આવૃત્તિમાં 19 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્રીજી આવૃત્તિએ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી હતી, જેમાં પ્રથમ વખત 100 રાષ્ટ્રીય વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી અને 1.36 કરોડ વિદ્યાર્થીઓની ભાગીદારીમાં વધારો થયો હતો. વીર ગાથા 4.0માં આ વેગ સતત વધતો રહ્યો, જેણે આ પહેલની વ્યાપક અસરને મજબૂત બનાવી.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિએ ચેન્નાઈમાં ડૉ. એમ.જી.આર. એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 34મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે ચેન્નાઈમાં ડૉ. M.G.R. એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 34મા દીક્ષાંત સમારોહને મુખ્ય અતિથિ …