Thursday, January 22 2026 | 11:52:28 AM
Breaking News

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 11 જાન્યુઆરી, શનિવારના રોજ નવી દિલ્હીમાં “ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

Connect us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 11 જાન્યુઆરી, શનિવારના રોજ નવી દિલ્હીમાં “ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા” વિષય પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા આયોજિત, આ પરિષદનો ઉદ્દેશ્ય ડ્રગ હેરફેરની વધતી જતી સમસ્યા અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસર, ખાસ કરીને ઉત્તરીય ક્ષેત્રના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

ગૃહમંત્રી ડ્રગ્સ નિકાલ પખવાડિયાનો પ્રારંભ કરશે. NCBના ભોપાલ ઝોનલ યુનિટના નવા ઓફિસ સંકુલનું ઉદ્ઘાટન કરશે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં MANAS-2 હેલ્પલાઇનનું વિસ્તરણ કરશે.

આ પરિષદમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સાથે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન ‘MANAS’ પોર્ટલ પરથી વાસ્તવિક સમયની માહિતી શેર કરવા, ડ્રગ હેરફેર સામે રાજ્યોની પ્રગતિ અને નાર્કોટિક્સ કોઓર્ડિનેશન મિકેનિઝમ (NCORD)ની અસરકારકતા અંગે, રાજ્ય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (SFSLs)ની કાર્યક્ષમતાને મજબૂત બનાવવી અને તેમની અસરકારકતા વધારવી, ડ્રગ હેરફેર સામેના પ્રયાસોને મજબૂત બનાવવા માટે NIDAAN ડેટાબેઝનો ઉપયોગ કરવો, PIT-NDPS કાયદાની જોગવાઈઓનો અમલ કરવો, ડ્રગ સંબંધિત કેસોનો ઝડપી નિકાલ કરવો અને ડ્રગ હેરફેર અને દુરુપયોગ સામે લડવા માટે તમામ એજન્સીઓ વચ્ચે સંકલન બાબતે Whole of Govt. approach અંગે ચર્ચા કરવામાં આવશે. 11 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા ડ્રગ નિકાલ પખવાડિયા દરમિયાન ì 2411 કરોડના 44792 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે ડ્રગ્સના ખતરાને ઘટાડવા માટે ડ્રગ્સની હેરફેર સામે ‘ઝીરો ટોલરન્સ નીતિ’ અપનાવી છે. ગૃહ મંત્રાલય સંસ્થાકીય માળખાને મજબૂત બનાવવા, તમામ નાર્કો એજન્સીઓ વચ્ચે સંકલન અને વ્યાપક જનજાગૃતિ અભિયાનની ત્રણ પાયાની વ્યૂહરચનાનું પાલન કરીને 2047 સુધીમાં મોદીજીના ડ્રગ મુક્ત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરશે.

આ પરિષદમાં ભાગ લેનારા આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.

About Matribhumi Samachar

Check Also

‘વિશ્વ હિન્દી દિવસ’ (10 જાન્યુઆરી): હિન્દીમાં સર્જનશીલ એવી ત્રણ પેઢીઓનો અનોખો પરિવાર, જેને વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં સન્માન પ્રાપ્ત થયું

૬૧.૫ કરોડ લોકો સાથે વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીમાં વૈશ્વિક ભાષા બનવાની ક્ષમતા …