Tuesday, January 27 2026 | 01:24:42 PM
Breaking News

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં ઓલ ઈન્ડિયા રેડિયોની સ્પેશિયલ એફએમ ચેનલ ‘કુંભવાણી’ અને ‘કુંભ મંગલ ધ્વનિ’નો શુભારંભ કરાવ્યો

Connect us on:

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજના સર્કિટ હાઉસ ખાતે મહા કુંભ 2025ને સમર્પિત ઓલ ઇન્ડિયા રેડિયો કુંભવાણી (103.5 મેગાહર્ટ્ઝ)ની વિશેષ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો.એલ.મુરુગન પણ આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતા. સીએમ આદિત્યનાથે આ પ્રસંગે કુંભ મંગલ ધ્વનિનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

શ્રી યોગી આદિત્યનાથે કુંભવાણી ચેનલ શરૂ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ એફએમ ચેનલ લોકપ્રિયતાની નવી ઊંચાઈઓ હાંસલ કરવાની સાથે મહાકુંભને એ અંતરિયાળ ગામડાંઓ સુધી પણ લઈ જશે, જ્યાં લોકો તેમની સંપૂર્ણ ઇચ્છા છતાં કુંભના સ્થળે પહોંચી શક્યા નથી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BXFT.jpg

કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને સીએમ યોગી આદિત્યનાથ પ્રત્યે પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો અને ટૂંકા ગાળામાં આ વિશેષ એફએમ ચેનલ શરૂ કરવામાં મદદ કરવા બદલ તમામનો આભાર માન્યો હતો.

કુંભવાણી પર લાઇવ કોમેન્ટ્રી ખાસ કરીને એ લોકો માટે ફાયદાકારક રહેશે, જેઓ પ્રયાગરાજમાં કુંભમાં ભાગ લેવા નહીં આવી શકે. આ  ઐતિહાસિક મહાકુંભનું વાતાવરણ દેશ અને સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં પણ મદદરૂપ થશે. દેશના લોકસેવાના પ્રસારણકર્તા પ્રસાર ભારતીની આ પહેલથી ભારતમાં આસ્થાની ઐતિહાસિક પરંપરાને પ્રોત્સાહન મળશે એટલું જ નહીં, પરંતુ શ્રદ્ધાળુઓમાં પણ મહત્વની માહિતીનો પ્રસાર થશે અને તેમના ઘરે સાંસ્કૃતિક તરંગોનો અનુભવ કરાવશે.

એક નજર કુંભવાણી પર

કુંભવાણી ચેનલઃ પરિચય અને પ્રસારણનો સમયગાળો

પ્રસારણ સમયગાળો: 10 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી

પ્રસારણનો સમય: સવારે 5:55 થી રાત્રે 10:05 વાગ્યા સુધી

ફ્રિકવન્સી: FM 103.5 MHz

કુંભવાણીના વિશેષ કાર્યક્રમો:

જીવંત પ્રસારણ:

મુખ્ય સ્નાન વિધિનું જીવંત પ્રસારણ (14 અને 29 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી).

કુંભ વિસ્તારની પ્રવૃત્તિઓ પર દૈનિક લાઇવ રિપોર્ટિંગ.

સાંસ્કૃતિક વારસા પર વિશેષ પ્રસ્તુતિઃ

સીરિયલ ‘શિવ મહિમા’નું પ્રસારણ.

ભારતીય સાંસ્કૃતિક વારસા પર આધારિત વિશેષ કાર્યક્રમો.

ટોક શોઝ:

‘નમસ્કાર પ્રયાગરાજ’ (સવારે 9:00-10:00).

‘ફ્રોમ ધ બૅન્ક ઑફ સંગમ’ (સાંજે 4:00-5:30).

વિશેષ આરોગ્ય પરામર્શઃ

‘હેલો ડોક્ટર’ પ્રોગ્રામમાં સ્ટુડિયોના ડોકટરો દ્વારા લાઇવ હેલ્થ કન્સલ્ટેશન.

કુંભ સમાચાર:

મુખ્ય સમાચાર બુલેટિન્સ (સવારે 8:40, બપોરે 2:30 અને રાત્રે 8:30).

વિશિષ્ટ વિસ્તાર:

રાજ્ય સરકાર અને વિવિધ વિભાગો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું કવરેજ.

યુવાનો, મહિલાઓ અને વિદેશી મુલાકાતીઓ પર વિશેષ કાર્યક્રમ.

મહત્વની સૂચનાઓ:

મુસાફરી, આરોગ્ય, સ્વચ્છતા, લોસ્ટ એન્ડ ફાઉન્ડ, શું કરવું અને શું ન કરવું તે સંબંધિત માહિતી પ્રસારિત કરવામાં આવશે.

ઓલ ઇન્ડિયા રેડિયોએ હંમેશાં જાહેર પ્રસારણકર્તાની વિશેષ ભૂમિકા ભજવી છે અને ભારતીય સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓને પ્રોત્સાહન આપ્યું છે. 2013ના કુંભ અને 2019 અર્ધકુંભ દરમિયાન કુંભવાણી ચેનલને શ્રોતાઓમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ જ પરંપરાને ધ્યાનમાં રાખીને, મહા કુંભ 2025 માટે આ વિશેષ ચેનલની ફરીથી સ્થાપના કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ, કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા (નંદી), કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભર, પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ નવનીત સહગલ, પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદી, ડાયરેક્ટર જનરલ ઓલ ઈન્ડિયા રેડિયો ડો.પ્રજ્ઞા પાલીવાલ ગૌર, ડાયરેક્ટર જનરલ દૂરદર્શન કંચન પ્રસાદ, ડાયરેક્ટર જનરલ દૂરદર્શન ન્યૂઝ પ્રિયા કુમારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ …