Wednesday, January 28 2026 | 04:37:15 PM
Breaking News

મહાકુંભ 2025: પ્રયાગરાજમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર; એઈમ્સ અને બીએચયુના નિષ્ણાતો કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો સાથે જોડાયા

Connect us on:

મહાકુંભ 2025માં યાત્રાળુઓના સ્વાસ્થ્યને ટોચની અગ્રતા આપવામાં આવી રહી છે, અને મેળા વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે વિસ્તૃત તબીબી વ્યવસ્થા ગોઠવવામાં આવે. સામાન્ય બિમારીઓથી માંડીને વિશિષ્ટ સારવાર સુધી, વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં 7 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓને વિશ્વકક્ષાની બનાવવા માટે કેનેડા, જર્મની, રશિયાના નિષ્ણાતો, એઈમ્સ દિલ્હી અને આઈએમએસ બીએચયુના તબીબો સાથે મળીને જમીન પર અવિરતપણે કામ કરી રહ્યા છે.

કુંભ મેળાના નોડલ મેડિકલ ઓફિસર ડો.ગૌરવ દુબેએ જણાવ્યું હતું કે 23 એલોપેથિક હોસ્પિટલોમાં 4.5 લાખથી વધુ યાત્રાળુઓની સારવાર કરવામાં આવી છે અને 3.71 લાખથી વધુ યાત્રાળુઓએ પેથોલોજી ટેસ્ટ કરાવ્યા છે. આ ઉપરાંત 3800થી વધુ માઇનોર સર્જરી અને 12 મેજર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

2.18 લાખથી વધુ યાત્રાળુઓને આયુષ ચિકિત્સાથી સારવાર આપવામાં આવી

ભારત સરકારનાં આયુષ મંત્રાલય અને ઉત્તરપ્રદેશ આયુષ સોસાયટીનાં સહયોગથી કુંભ મેળાનાં વિસ્તારમાં 24/7 આયુષ હોસ્પિટલ (10 આયુર્વેદ અને 10 હોમિયોપેથી) કાર્યરત છે. અત્યાર સુધીમાં 2.18 લાખથી વધારે યાત્રાળુઓએ આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી સારવારનો લાભ લીધો છે. દિલ્હીના એઈમ્સ આયુર્વેદના નિષ્ણાતો, જેમાં બીએચયુના ડીન ડો.વી.કે.જોશી, કેનેડાના ડો.થોમસ અને વિશ્વભરના અન્ય ઘણા તબીબી નિષ્ણાતો કુંભ મેળામાં યાત્રાળુઓની સારવાર કરી રહ્યા છે.

યોગપંચકર્મ અને આયુર્વેદિક ઉપચારોથી લાભ મેળવતા યાત્રાળુઓ

કુંભમેળામાં આયુર્વેદિક હોસ્પિટલોમાં યાત્રાળુઓને પંચકર્મ, હર્બલ આધારિત સારવાર, યોગ ચિકિત્સા અને નેચરોપેથી જેવી પરંપરાગત પદ્ધતિઓથી સારવાર આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં યાત્રાળુઓને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવામાં મદદરૂપ થવા આયુષ કીટ, યોગ કીટ, કેલેન્ડર, ઔષધીય છોડ અને આરોગ્ય જાગૃતિની સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીથી યોગ પ્રશિક્ષકોની ટીમો દ્વારા નિયમિત પણે યોગ સત્રોનું આયોજન કરવામાં આવે છે અને આ સત્રોમાં ખાસ કરીને વિદેશી યાત્રાળુઓએ નોંધપાત્ર રસ દાખવ્યો છે.

બાળકો માટે વિશેષ આયુર્વેદિક સ્વર્ણપ્રાશન‘ દવા

1 થી 12 વર્ષની વયના બાળકો માટે, ખાસ આયુર્વેદિક ‘સ્વર્ણપ્રાશન’ દવા આપવામાં આવી રહી છે, પુષ્ય નક્ષત્ર દરમિયાન વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દવા બાળકોની એકાગ્રતા, બુદ્ધિ, રોગપ્રતિકારક શક્તિ અને શારીરિક વિકાસ વધારવા માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.

બહુપરિમાણીય તબીબી સુવિધાઓ યાત્રાળુઓ માટે મુખ્ય આકર્ષણ બની જાય છે

કુંભ મેળામાં એલોપથી અને આયુષ ચિકિત્સાની સંયુક્ત વ્યવસ્થા યાત્રાળુઓ માટે મોટી રાહત આપનારી સાબિત થઇ રહી છે. સાધુઓ, કલ્પવાસીઓ અને સામાન્ય યાત્રાળુઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. આયુર્વેદ, યોગ, પંચકર્મ અને આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના સમન્વયથી કુંભ મેળામાં આરોગ્ય સેવાઓ માટે એક નવો માપદંડ સ્થાપિત થયો છે.

એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પ્રયાગરાજ મહાકુંભ 2025 માત્ર આધ્યાત્મિક અનુભવોનું કેન્દ્ર જ નહીં, પરંતુ આરોગ્ય અને સુખાકારીની દ્રષ્ટિએ પણ એક અનુકરણીય ઘટના બની રહેશે. યાત્રાળુઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે, જે ભારતીય ચિકિત્સા પ્રણાલીને વૈશ્વિક સ્તરે માન્યતા આપે છે.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ઉજવ્યો 77મો ગણતંત્ર દિવસ, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે ગાંધીનગર મુખ્ય ડાકઘર માં ફરકાવ્યો રાષ્ટ્રીય ધ્વજ

77મો ગણતંત્ર દિવસ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના બધા જ ડાકઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉત્સાહપૂર્વક ઉજવાયો. આ …