Saturday, December 27 2025 | 07:38:23 PM
Breaking News

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બીકેસી અને શિલ્ફાટા વચ્ચે 21 કિમી ટનલમાં પ્રથમ સફળતા સાથે 2.7 કિમી લાંબી સતત ટનલ પૂર્ણ થઈ

Connect us on:

9 જુલાઈ 2025ના રોજ, મહારાષ્ટ્રમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને શિલફાટા વચ્ચે બનાવવામાં આવી રહેલી 21 કિલોમીટર લાંબી ટનલમાં પ્રથમ સફળતા પ્રાપ્ત થઈ, જે 2.7 કિલોમીટરના સતત ટનલ વિભાગનું સફળતાપૂર્વક પૂર્ણ થયું.

કુલ 21 કિમી લાંબી ટનલમાંથી, 5 કિમી શિલફાટા અને ઘનસોલી વચ્ચે ન્યૂ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ (એનએટીએમ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, જ્યારે બાકીના 16 કિમી ટનલ બોરિંગ મશીનો (ટીબીએમ)નો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. આ ટનલમાં થાણે ખાડી નીચે 7 કિમી લાંબો સમુદ્રી ભાગ પણ સામેલ છે.

એનએટીએમ ભાગમાં ટનલ બનાવવાનું કામ ઝડપી બનાવવા માટે, એક એડિશનલ ડ્રિવન ઇન્ટરમીડિયેટ ટનલ (એડીઆઈટી) બનાવવામાં આવી હતી, જેનાથી ઘણસોલી અને શિલફાટા બાજુઓ તરફ એકસાથે ખોદકામ શક્ય બન્યું. અત્યાર સુધીમાં, શિલફાટા બાજુથી લગભગ 1.62 કિમી ખોદકામ કરવામાં આવ્યું છે, અને એનએટીએમ વિભાગમાં કુલ પ્રગતિ આશરે 4.3 કિમી છે.

સ્થળ પર વ્યાપક સલામતીનાં પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જેમાં ગ્રાઉન્ડ સેટલમેન્ટ માર્કર, પાઇઝોમીટર, ઇન્ક્લિનોમીટર, સ્ટ્રેન ગેજ અને બાયોમેટ્રિક એક્સેસ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે જેથી નજીકના માળખાંને ખલેલ પહોંચાડ્યા વિના સલામત અને નિયંત્રિત ટનલિંગ પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરી શકાય.

About Matribhumi Samachar

Check Also

લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

ભારત માતાની જય! ભારત માતાની જય! ભારત માતાની જય! ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી …