પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે લાયન્સ ક્લબના સહયોગથી એક દિવસીય સંપૂર્ણ નેત્ર-ચિકિત્સા આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિર દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ચાર નિષ્ણાત ડૉક્ટરોની ટીમે મફત આંખોની તપાસ, દ્રષ્ટિ પરીક્ષણ અને સ્વસ્થ દ્રષ્ટિ જાળવવા અંગેના માર્ગદર્શન પૂરું પાડ્યું.

કાર્યક્રમનું સંચાલન ટીજિટી વિજ્ઞાન શ્રીમતી મમતા હિંગોરાણીના કુશળ માર્ગદર્શન હેઠળ તથા વિદ્યાલયની નર્સ સુશ્રી પૂજા રાજપૂતના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું. ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને નિયમિત આંખની તપાસ, મોબાઇલ સ્ક્રીનનો સીમિત ઉપયોગ, પૌષ્ટિક આહાર, પૂરતી નિંદ્રા અને યોગ્ય પ્રકાશમાં અભ્યાસ જેવા અગત્યના સૂચનો આપ્યા.

આ શિબિરમાં કુલ 1600 વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાંમાંથી 82 વિદ્યાર્થીઓને મફતમાં ચશ્મા આપવામાં આવ્યા અને 14 વિદ્યાર્થીઓને વધુ નિદાન માટે હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા।

વિદ્યાલયની મીડિયા પ્રતિનિધિ સુશ્રી કિંજલ સોલંકીએ વિદ્યાલયના પ્રાચાર્ય શ્રી સચિન કુમાર સિંહ રાઠૌરનો આવા લાભકારી કાર્યક્રમના સફળ આયોજન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આરોગ્ય જાગૃતિ જેવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.
Matribhumi Samachar Gujarati

