Saturday, December 06 2025 | 04:47:14 AM
Breaking News

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.123 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.826 ઘટ્યો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.97815.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13491.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.84321.6 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22585 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1171.72 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9974.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.97249ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97395 અને નીચામાં રૂ.96976ના સ્તરને સ્પર્શી, રૂ.96902ના આગલા બંધ સામે રૂ.123 વધી રૂ.97025 થયો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.77785ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.9755ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.130 વધી રૂ.96572 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97013ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97013 અને નીચામાં રૂ.96675ના સ્તરને સ્પર્શી, રૂ.96699ના આગલા બંધ સામે રૂ.41 વધી રૂ.96740ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106900ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106900 અને નીચામાં રૂ.105300ના સ્તરને સ્પર્શી, રૂ.106749ના આગલા બંધ સામે રૂ.826 ઘટી રૂ.105923 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.754 ઘટી રૂ.105700 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.750 ઘટી રૂ.105720ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1889.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.7.95 ઘટી રૂ.871ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો 80 પૈસા વધી રૂ.253.15ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.1.6 વધી રૂ.242.25ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 5 પૈસા ઘટી રૂ.178.9 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1626.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5554ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5639 અને નીચામાં રૂ.5534ના મથાળે અથડાઈ, રૂ.5583ના આગલા બંધ સામે રૂ.55 વધી રૂ.5638 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.54 વધી રૂ.5638ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.5 વધી રૂ.305.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.3.1 વધી રૂ.305.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.917.9ના ભાવે ખૂલી, રૂ.1.4 વધી રૂ.911ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5720.72 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4253.33 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1257.02 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 204.50 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 27.07 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 400.90 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 856.93 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 769.88 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.22 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14380 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41252 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10890 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 153111 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16329 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 24661 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 51845 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 192106 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15312 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18103 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22665 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22674 પોઇન્ટના સ્તર અને નીચામાં 22500 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 23 પોઇન્ટ ઘટી 22585 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.26.7 વધી રૂ.108.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.5 વધી રૂ.11.65 થયો હતો.

સોનું જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.28.5 વધી રૂ.1520ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.436 ઘટી રૂ.1392 થયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.75 ઘટી રૂ.7.39ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 46 પૈસા વધી રૂ.5.45 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.27.9 ઘટી રૂ.71.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.6 ઘટી રૂ.10.75ના ભાવે બોલાયો હતો.

સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.92.5 ઘટી રૂ.1008.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.219.5 વધી રૂ.1805 થયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.03 વધી રૂ.10.85 થયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 80 પૈસા ઘટી રૂ.2.17 થયો હતો.

               

                

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ઇન્ડિગો સેવાઓમાં વિક્ષેપને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુનું નિવેદન

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ફ્લાઇટ શેડ્યૂલ્સમાં ચાલી રહેલા વિક્ષેપને, ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સના શેડ્યૂલ્સને માટે તાત્કાલિક અને …