Wednesday, December 10 2025 | 06:26:13 AM
Breaking News

સોનાના વાયદામાં રૂ.1286 અને ચાંદીના વાયદામાં રૂ.1539નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.6નો સુધારો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.126023.66 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21456.01 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104565.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23384 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1261.28 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18820.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.101198ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101199 અને નીચામાં રૂ.100368ના સ્તરને સ્પર્શી, રૂ.101798ના આગલા બંધ સામે રૂ.1286ના ભાવઘટાડા સાથે રૂ.100512 થયો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.871 ઘટી રૂ.80416ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.107 ઘટી રૂ.10066ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.1275 ઘટી રૂ.99937ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.101001ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101001 અને નીચામાં રૂ.99916ના મથાળે અથડાઈ, રૂ.101346ના આગલા બંધ સામે રૂ.1296ના ભાવઘટાડા સાથે રૂ.100050ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.114291ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.114540 અને નીચામાં રૂ.112817ના સ્તરને સ્પર્શી, રૂ.114881ના આગલા બંધ સામે રૂ.1539ના ભાવઘટાડા સાથે રૂ.113342ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.1568ની નરમાઇ સાથે રૂ.113051ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.1546 ઘટી રૂ.113055 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1747.54 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4456ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4457 અને નીચામાં રૂ.4440ના મથાળે અથડાઈ, રૂ.10 ઘટી રૂ.4444ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.5600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5619 અને નીચામાં રૂ.5533ના સ્તરને સ્પર્શી, રૂ.5610ના આગલા બંધ સામે રૂ.6 સુધરી રૂ.5616ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.7 વધી રૂ.5618ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.2 ઘટી રૂ.257.6ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.3 ઘટી રૂ.258 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.973.8ના ભાવે ખૂલી, રૂ.45.3 વધી રૂ.1020 થયો હતો. એલચી ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.2482ના ભાવે ખૂલી, રૂ.25 ઘટી રૂ.2560 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.12725.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.6095.51 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.447.76 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.105.41 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.14.53 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.189.21 કરોડનાં કામકાજ થયાં હતાં.

ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.11.03 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.686.24 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1050.26 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.13.55 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.57 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15637 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 50042 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10401 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 164574 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15010 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18411 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40539 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 159726 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 638 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 15694 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 47953 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23475 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23499 પોઇન્ટના સ્તર અને નીચામાં 23321 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 298 પોઇન્ટ ઘટી 23384 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.5 ઘટી રૂ.106.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.35 ઘટી રૂ.10.5ના ભાવે બોલાયો હતો.

સોનું ઓગસ્ટ રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.669.5 ઘટી રૂ.795ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.115000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.760 ઘટી રૂ.1495.5 થયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.890ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.69 ઘટી રૂ.5.51 થયો હતો. જસત ઓગસ્ટ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 38 પૈસા ઘટી રૂ.2.55 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.10.5 ઘટી રૂ.87.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ.8.1ના ભાવે બોલાયો હતો.

સોનું ઓગસ્ટ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.416.5 વધી રૂ.1139 થયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.627.5 વધી રૂ.2011.5ના ભાવે બોલાયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 47 પૈસા વધી રૂ.4.89ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 81 પૈસા ઘટી રૂ.2.69ના ભાવે બોલાયો હતો.

             

                                  

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

UPIને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની; ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં 49% હિસ્સેદારી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’માં યુનિફાઇડ પેમેન્ટ્સ …