Sunday, December 07 2025 | 10:20:35 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ. 589 અને ચાંદીના વાયદામાં રૂ. 1,143નો ઝડપી ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ. 59 સુધર્યું

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 77571.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 13390.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 64180.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20503 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1039.03 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8474.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 85603ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 86016 અને નીચામાં રૂ. 85510ના સ્તરને સ્પર્શી, રૂ. 85419ના આગલા બંધ સામે રૂ. 589 વધી રૂ. 86008 થયો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 256 વધી રૂ. 69785ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 29 વધી રૂ. 8748ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 510 વધી રૂ. 85970 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 96746ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97740 અને નીચામાં રૂ. 96545ના સ્તરને સ્પર્શી, રૂ. 96465ના આગલા બંધ સામે રૂ. 1143 વધી રૂ. 97608 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 1039 વધી રૂ. 97566 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 1028 વધી રૂ. 97561 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2109.93 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ. 11.2 વધી રૂ. 887.3ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ. 3.65 વધી રૂ. 275.15 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 75 પૈસા વધી રૂ. 265.5ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો કોઈ ફેરફાર વગર રૂ. 182.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2804.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ. 5776ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5841 અને નીચામાં રૂ. 5761ના સ્તરને સ્પર્શી, રૂ. 5778ના આગલા બંધ સામે રૂ. 59 વધી રૂ. 5837ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ. 54 વધી રૂ. 5836ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ 80 પૈસા વધી રૂ. 395 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 90 પૈસા વધી રૂ. 394.9ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ. 930.7ના ભાવે ખૂલી, 80 પૈસા ઘટી રૂ. 929.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ. 290 ઘટી રૂ. 52600 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 5484.43 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2990.41 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1497.84 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 166.46 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 41.85 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 403.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 354.61 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2450.27 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 0.84 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18956 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 25201 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7537 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 108542 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 20237 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 29389 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 97481 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8373 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23474 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 20400 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 20503 પોઇન્ટના સ્તર અને નીચામાં 20400 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 89 પોઇન્ટ વધી 20503 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 17.9 વધી રૂ. 112.5 થયો હતો.

સોનું માર્ચ રૂ. 86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 261.5 વધી રૂ. 1042 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 548 વધી રૂ. 2900ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ. 900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.09 વધી રૂ. 6.4ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ. 275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 1 વધી રૂ. 3.05ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 17.6 વધી રૂ. 113.45ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. 400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ. 1.25 વધી રૂ. 19.4 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 86000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 234.5 વધી રૂ. 1010ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 390 વધી રૂ. 1990 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ માર્ચ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 35.6 ઘટી રૂ. 79.9ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ. 85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 230 ઘટી રૂ. 615ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 477.5 ઘટી રૂ. 2770ના ભાવે બોલાયો હતો. તાંબું માર્ચ રૂ. 870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 3.75 ઘટી રૂ. 3.99 થયો હતો. જસત માર્ચ રૂ. 265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 37 પૈસા ઘટી રૂ. 0.36ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની માર્ચ રૂ. 5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 34.7 ઘટી રૂ. 81 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ. 390ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ. 17.6ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ. 85000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 202 ઘટી રૂ. 615 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ. 97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 427 ઘટી રૂ. 2690ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …