મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.191499.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15157.04 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.176342.16 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19134 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2413.6 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8509.90 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.78259ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78766 અને નીચામાં રૂ.78259ના સ્તરને સ્પર્શી, રૂ.78423ના આગલા બંધ સામે રૂ.56 વધી રૂ.78479ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.63295ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.7800ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.67 વધી રૂ.78465ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.92329ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92667 અને નીચામાં રૂ.90879ના મથાળે અથડાઈ, રૂ.92506ના આગલા બંધ સામે રૂ.1459 ઘટી રૂ.91047ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.1395 ઘટી રૂ.91097ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.1367 ઘટી રૂ.91111ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1601.20 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.3 વધી રૂ.829ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.1.6 વધી રૂ.274.65ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.3 વધી રૂ.246.35ના ભાવ થયા હતા. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 10 પૈસા ઘટી રૂ.177.95ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 5043.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.6708ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6798 અને નીચામાં રૂ.6685ના સ્તરને સ્પર્શી, રૂ.6576ના આગલા બંધ સામે રૂ.206 વધી રૂ.6782ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.204 વધી રૂ.6782ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.18 વધી રૂ.360.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.18.1 વધી રૂ.360.6ના ભાવ થયા હતા.
કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.940ના ભાવે ખૂલી, 40 પૈસા વધી રૂ.938ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.120 ઘટી રૂ.54580ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4297.76 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4212.14 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 777.06 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 257.55 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 40.64 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 525.95 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1401.95 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3641.65 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.82 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.35 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16979 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 26285 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6083 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 84890 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 23721 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39915 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 147339 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19750 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 19143 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19100 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19166 પોઈન્ટના સ્તર અને નીચામાં 19100 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 9 પોઈન્ટ ઘટી 19134 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.77.6 વધી રૂ.99.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.9.05 વધી રૂ.26.45ના ભાવે બોલાયો હતો.
સોનું જાન્યુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.27.5 વધી રૂ.350ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.794.5 ઘટી રૂ.2428ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.37 વધી રૂ.9.94ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 20 પૈસા વધી રૂ.2ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.107.3 વધી રૂ.149.55ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.370ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.8.05 વધી રૂ.22.6ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.79000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.54 વધી રૂ.640ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.778.5 ઘટી રૂ.2345ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.94.2 ઘટી રૂ.72.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.360ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.8.8 ઘટી રૂ.26ના ભાવ થયા હતા.
સોનું જાન્યુઆરી રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38.5 વધી રૂ.349.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.813 વધી રૂ.3515.5ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.71 ઘટી રૂ.6.63ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 66 પૈસા ઘટી રૂ.2.1ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.91.2 ઘટી રૂ.75.8ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.7.95 ઘટી રૂ.20.3ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.693ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.848.5 વધી રૂ.3447.5ના ભાવ થયા હતા.
Credit : Naimish Trivedi
Matribhumi Samachar Gujarati

