Monday, January 26 2026 | 11:09:33 AM
Breaking News

ભારતીય નૌકાદળ બેન્ડ કોન્સર્ટ – “ઓપરેશન સિંદૂર 25”

Connect us on:

12 ઓગસ્ટની સાંજે દમણનું ઐતિહાસિક લાઇટહાઉસ એમ્ફીથિયેટર દેશભક્તિના સૂરોથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે ભારતીય નૌકાદળના બેન્ડ કોન્સર્ટ ‘ઓપરેશન સિંદૂર 25’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 2000થી વધુ નાગરિકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેમાં નૌકાદળના INS કુંજલી બેન્ડે તેના અદ્ભુત પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું હતું.

બેન્ડે “જય ભારતી” અને “સારે જહાં સે અચ્છા” જેવા ઉત્સાહી અને પ્રેરણાદાયક દેશભક્તિ ગીતો સાથે શ્રોતાઓમાં ગર્વ અને ઉજવણીનું વાતાવરણ તૈયાર કર્યું, જ્યારે લોકપ્રિય બોલિવૂડ ગીતો “તેરી મિટ્ટી” અને “લહેરા દો” એ શ્રોતાઓને તાળીઓના ગડગડાટ, હાથ હલાવવા, સામૂહિક ગાયન અને પગ થપથપાવવા, ગીતો પર ઝુમવા મજબૂર કર્યા અને સાથે જ દેશભક્તિનો અનુભવ કરાવ્યો હતો.

કાર્યક્રમનું સૌથી યાદગાર પાસું એ હતું જ્યારે સમારોહના માસ્ટરે શ્રોતાઓને તેમના મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરવાનું કહીને એક અદભુત ‘ફાયરફ્લાય શો’ રજૂ કર્યો હતો. આખું એમ્ફીથિયેટર એવી રીતે ઝળહળી ઉઠ્યું જાણે હજારો ફાયરફ્લાય સ્વતંત્રતાની ઉજવણીમાં જોડાયા હોય.

કાર્યક્રમના અંતે ભાગ લેનારા દર્શકોએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા સાથે પોતાની દેશભક્તિનો ઉત્સાહ અને એકતા દર્શાવી હતી.

દેશભક્તિની આ સંગીતમય સફર ચાલુ રહેશે. જેમાં બધા નાગરિકોને આ ભવ્ય કાર્યક્રમનો લાભ લેવા અને દેશભક્તિની ધૂન સાથે જોડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આગામી કાર્યક્રમ 13 ઓગસ્ટના રોજ સિલવાસા રિવર ફ્રન્ટ, સાંજે 7 થી 8, 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસના રોજ ડૉ. એપીજે અબ્દુલ કલામ ઓડિટોરિયમ, સિલવાસા, સવારે 11 થી બપોરે 12 સુધી રહેશે. આ કાર્યક્રમ દરેક માટે ખુલ્લો અને પ્રવેશ નિઃશુલ્ક છે.

About Matribhumi Samachar

Check Also

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખ આપ્યા, જેનાથી તેમની આવક બમણી થઈ અને રેડ સેન્ડર્સના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન મળ્યું

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખનું વિતરણ કર્યું, જેનાથી બેવડી આવક શક્ય બની અને રાષ્ટ્રીય જૈવવિવિધતા …