Sunday, January 11 2026 | 04:58:51 AM
Breaking News

એમસીએક્સ પર સોના-ચાંદીમાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.295 નરમ, ચાંદીનો વાયદો રૂ.728 તેજ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે જાહેર રજા હોવાથી સાંજે પાંચ વાગ્યા સુધીનું પ્રથમ સત્ર બંધ રહ્યું હતું, જ્યારે સાંજે પાંચ વાગ્યાથી બીજું સત્ર રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું. બીજા સત્રમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.23145.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.3062.96 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.20081.57 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 21582 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.332.4 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.2133.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.93578ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93578 અને નીચામાં રૂ.93330ના મથાળે અથડાઈ, રૂ.93745ના આગલા બંધ સામે રૂ.295 ઘટી રૂ.93450ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ.175 ઘટી રૂ.74799ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.9373ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.280 ઘટી રૂ.93000ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.93688ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93689 અને નીચામાં રૂ.93140ના મથાળે અથડાઈ, રૂ.93581ના આગલા બંધ સામે રૂ.335 ઘટી રૂ.93246 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.94746ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95081 અને નીચામાં રૂ.94745ના સ્તરને સ્પર્શી, રૂ.94286ના આગલા બંધ સામે રૂ.728 વધી રૂ.95014 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.699 વધી રૂ.95004 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.699 વધી રૂ.95010ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.270.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું એપ્રિલ વાયદો રૂ.7 વધી રૂ.846.95ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જસત એપ્રિલ વાયદો રૂ.1 ઘટી રૂ.253.6ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 30 પૈસા ઘટી રૂ.235.7 થયો હતો. સીસું એપ્રિલ વાયદો 30 પૈસા વધી રૂ.178.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.706.51 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5340ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5377 અને નીચામાં રૂ.5340ના સ્તરને સ્પર્શી, રૂ.5302ના આગલા બંધ સામે રૂ.63 વધી રૂ.5365ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.62 વધી રૂ.5363 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો એમએમબીટીયુદીઠ 60 પૈસા વધી રૂ.305 થયો હતો. નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 70 પૈસા વધી રૂ.305ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.90 ઘટી રૂ.54410ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1199.30 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.934.63 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.173.71 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.25.02 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.8.30 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.63.91 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.162.37 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.544.15 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.13 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22489 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 40085 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9292 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 93083 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 4748 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 23038 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41067 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 141269 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19241 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 17459 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ એપ્રિલ વાયદો 21536 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21582 પોઇન્ટના સ્તર અને નીચામાં 21535 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 15 પોઇન્ટ વધી 21582 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.9 વધી રૂ.72.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.17ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.236.5 ઘટી રૂ.1169ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.60 ઘટી રૂ.660 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.02 વધી રૂ.18.99 થયો હતો. જસત એપ્રિલ રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.0.95 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.46.6 ઘટી રૂ.64.6ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.15 ઘટી રૂ.11.55ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ.90000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.9.5 ઘટી રૂ.596 થયો હતો. તાંબું એપ્રિલ રૂ.840ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.65 ઘટી રૂ.11.8ના ભાવે બોલાયો હતો.

                                                                     

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

ચાંદીનો વાયદો રૂ.2,59,692ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ સોનાના વાયદામાં રૂ.1938 ની વૃદ્ધિઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યો

કોમોડિટી વાયદાઓમાં રૂ.424570 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1722772 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.322621 કરોડનાં …