શ્રી જગત પ્રકાશ નડ્ડાએ રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC), સ્વાયત્ત બોર્ડ અને શોધ સમિતિના અંશકાલિક સભ્યોની નિમણૂંક પ્રક્રિયામાં લોટરી દ્વારા ભાગ લીધો હતો. નિમણૂંકોની પ્રક્રિયા રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC) અધિનિયમ, 2019માં નિર્ધારિત છે.


NMC અધિનિયમ 2019 મુજબ, આ નિમણૂંકો બે વર્ષ માટે કરવામાં આવી રહી છે. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સભ્યોની પસંદગી નીચેની શ્રેણીઓમાં કરવામાં આવી છે:
- મેડિકલ એડવાઇઝરી કાઉન્સિલ (અગાઉ 2022માં નિયુક્ત)માં રાજ્ય/કેન્દ્રશાસિત સરકારના નોમિનીમાંથી NMCના દસ પાર્ટ-ટાઇમ સભ્યોની પસંદગી કરવામાં આવે છે: ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્ર પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, ઝારખંડ, ચંદીગઢ અને મધ્ય પ્રદેશ.
- મેડિકલ એડવાઇઝરી કાઉન્સિલ (અગાઉ 2022માં નિયુક્ત)માં રાજ્ય મેડિકલ કાઉન્સિલના નોમિનીમાંથી NMCના નવ પાર્ટ-ટાઇમ સભ્યોની પસંદગી કરવામાં આવે છે: પશ્ચિમ બંગાળ, કર્ણાટક, નાગાલેન્ડ, છત્તીસગઢ, ત્રિપુરા, જમ્મુ અને કાશ્મીર, આસામ, મણિપુર અને ઉત્તરાખંડ.
- મેડિકલ એડવાઇઝરી કાઉન્સિલ (અગાઉ 2022માં નિયુક્ત)માં રાજ્ય મેડિકલ કાઉન્સિલના નોમિનીમાંથી દરેક સ્વાયત્ત બોર્ડના ચોથા સભ્ય (અંશકાલિક સભ્ય)ની પસંદગી કરવામાં આવી છે.
(a) અંડર-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ માટે: અરુણાચલ પ્રદેશ
(b) પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ માટે: ઓડિશા
(c) મેડિકલ એસેસમેન્ટ અને રેટિંગ બોર્ડ: હરિયાણા
(d) નીતિશાસ્ત્ર અને તબીબી નોંધણી બોર્ડ: પંજાબ
- શોધ સમિતિ માટે જમ્મુ અને કાશ્મીરના એક નિષ્ણાતને નામાંકિત કરવામાં આવ્યા હતા.
નિષ્ણાતોના નામોની યાદી નીચે આપેલા પરિશિષ્ટમાં મળી શકે છે. લોટરીના ડ્રોમાં પારદર્શિતા જાળવવા માટે, મીડિયા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીમતી નિવેદિતા શુક્લા વર્મા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ ડૉ. વિનોદ કોટવાલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરિશિષ્ટ:
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા સભ્યો
| ક્રમ | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ | સભ્યનું નામ |
| 1 | ગુજરાત | ડૉ. નીરજા અરુણ ગુપ્તા |
| 2 | રાજસ્થાન | ડૉ. એમ.કે. અસેરી |
| 3 | હિમાચલ પ્રદેશ | ડૉ. સુરેન્દ્ર કશ્યપ |
| 4 | આંદામાન અને નિકોબાર ટાપુઓ | ડૉ. મુકેશ ત્રિપાઠી |
| 5 | આંધ્રપ્રદેશ | ડૉ. ચંદ્રશેખર પુલાલા |
| 6 | મિઝોરમ | ડૉ. દિબાકર ચંદ્ર ડેકા |
| 7 | મેઘાલય | પ્રો. પી.એસ. શુક્લા |
| 8 | ઝારખંડ | પ્રો. (ડૉ.) દિનેશ કુમાર સિંહ |
| 9 | ચંદીગઢ | ડૉ. સુમન |
| 10 | મધ્યપ્રદેશ | ડૉ. અશોક ખંડેલવાલ |
વિવિધ રાજ્ય તબીબી પરિષદોમાંથી પસંદ કરાયેલા સભ્યો
| ક્રમ | રાજ્ય તબીબી પરિષદનું નામ | સભ્યનું નામ |
| 1 | પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલ | ડૉ. સુદીપ્ત કુમાર રોય |
| 2 | કર્ણાટક મેડિકલ કાઉન્સિલ | ડો. શરણબસપ્પા એસ. કારભારી |
| 3 | નાગાલેન્ડ મેડિકલ કાઉન્સિલ | ડૉ. જ્યોર્જ થિરા |
| 4 | છત્તીસગઢ મેડિકલ કાઉન્સિલ | ડૉ. મહેશ કુમાર સિંહા |
| 5 | ત્રિપુરા મેડિકલ કાઉન્સિલ | ડૉ. કનક ચૌધરી |
| 6 | જમ્મુ અને કાશ્મીર મેડિકલ કાઉન્સિલ | ડૉ. સંદીપ ડોગરા |
| 7 | આસામ મેડિકલ કાઉન્સિલ | ડૉ. અનુપ કુમાર બર્મન |
| 8 | મણિપુર મેડિકલ કાઉન્સિલ | ડૉ. સિમ્પસન સારાઓ |
| 9 | ઉત્તરાખંડ મેડિકલ કાઉન્સિલ | ડૉ. મનોજ કુમાર વર્મા |
NMCના સ્વાયત્ત બોર્ડ માટે પસંદ કરાયેલા સભ્યો (પાર્ટ–ટાઈમ)
| એસ નં. | રાજ્ય તબીબી પરિષદનું નામ | પાર્ટ–ટાઇમ સભ્યનું નામ |
| અંડર–ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ | ||
| 1 | અરુણાચલ પ્રદેશ મેડિકલ કાઉન્સિલ | ડૉ. જેગો ઓરી |
| પોસ્ટ–ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ | ||
| 1 | ઓડિશા મેડિકલ કાઉન્સિલ | ડૉ. સંતોષ કુમાર મિશ્રા |
| તબીબી મૂલ્યાંકન અને રેટિંગ બોર્ડ | ||
| 1 | હરિયાણા મેડિકલ કાઉન્સિલ | ડૉ. મનીષ બંસલ |
| નીતિશાસ્ત્ર અને તબીબી નોંધણી બોર્ડ | ||
| 1 | પંજાબ મેડિકલ કાઉન્સિલ | ડૉ. સુરિન્દર પાલ સિંહ |
શોધ સમિતિ માટે પસંદગી પામેલા નિષ્ણાત
| ક્રમ | રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું નામ | સભ્યનું નામ |
| 1 | જમ્મુ અને કાશ્મીર મેડિકલ કાઉન્સિલ | ડૉ. સંદીપ ડોગરા |
Matribhumi Samachar Gujarati

