Saturday, December 06 2025 | 04:44:40 PM
Breaking News

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ “રોજગારીના ભવિષ્ય પર પરિષદ”માં કૌશલ્ય પહેલના માધ્યમથી વૈશ્વિક કાર્યબળની અછતને પહોંચી વળવા ભારતની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો

Connect us on:

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય (એમઓએલઈ) એ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહયોગથી નવી દિલ્હીમાં તારીખ 15.01.2025ના રોજ “શેપિંગ ટુમોરો વર્કફોર્સ: ડ્રાઇવિંગ ગ્રોથ ઇન અ ડાયનેમિક વર્લ્ડ”  થીમ પર આધારિત “કોન્ફરન્સ ઓન ફ્યુચર ઓફ જોબ્સ”નું આયોજન કર્યું હતું. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં નીતિઘડવૈયાઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાતોને ભારતમાં વિકસી રહેલા રોજગારીના પરિદ્રશ્ય પર વિચાર-વિમર્શ કરવા અને ભવિષ્ય માટે તૈયાર કાર્યદળ માટે વ્યુહરચનાઓ ઘડવા માટે બોલાવવામાં આવ્યા હતા.

ભારત સરકારના શ્રમ અને રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત વિભાગના માનનીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ અને રોજગારીનો સમન્વય સાધવા માટે કૌશલ્ય વિકાસ આપણા પ્રયાસોના હાર્દમાં હોવો જોઈએ. નવીનતાને પ્રોત્સાહન આપીને, ઉત્પાદકતામાં વધારો કરીને અને કાર્યબળ માટે વ્યક્તિઓને તૈયાર કરીને આપણે રોજગારીનું સર્જન કરી રહ્યા છીએ અને વૈશ્વિક પ્રતિભા કેન્દ્રનું નિર્માણ કરી રહ્યા છીએ.” તેમણે કૌશલ્ય અને ધારાધોરણોની પારસ્પરિક માન્યતા જેવી પહેલો મારફતે વૈશ્વિક કાર્યદળની અછતને દૂર કરવાની ભારતની સંભવિતતા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RD46.jpg

મજબૂત ઔદ્યોગિક-શૈક્ષણિક જોડાણને પ્રોત્સાહન આપીને આપણે ભારતની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય મોડલ તૈયાર કરી શકીએ તેમ છીએ. કૌશલ્યવર્ધને પ્રમાણપત્રોથી આગળ વધવું જોઈએ અને ઉદ્યોગ અને સ્વ-રોજગાર ક્ષેત્રોની ગતિશીલ માંગને પહોંચી વળવા માટે વ્યક્તિઓને વ્યવહારુ કુશળતાથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે સમય પાકી ગયો છે કે આપણે કૌશલ્યવર્ધન પ્રત્યેના આપણા અભિગમ પર પુનઃવિચાર કરીએ – માત્ર પ્રમાણપત્રો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, ધ્યેય ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે જરૂરી વાસ્તવિક કૌશલ્યો ધરાવતા વ્યાવસાયિકોને વિકસાવવા પર હોવું જોઈએ.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ શ્રીમતી સુમિતા દાવરાએ જણાવ્યું હતું કે ઝડપથી વિકસી રહેલા લેન્ડસ્કેપમાં ખીલવા માટે, ત્રણ મુખ્ય પ્રશ્નો ઉભા થયા છે: આપણે કેવી રીતે ડિજિટલી નિપુણ વર્કફોર્સ વિકસાવી શકીએ જે વધુને વધુ તકનીકી-સંચાલિત જોબ માર્કેટને નેવિગેટ કરવા માટે સજ્જ છે? જ્યાં વિવિધતાનું મૂલ્ય આંકવામાં આવે અને દરેકને સમાન તકો આપવામાં આવે તેવા ખરા અર્થમાં સર્વસમાવેશક કાર્યદળનું નિર્માણ કરવા માટે આપણે કઈ વ્યૂહરચનાઓ અપનાવી શકીએ? તદુપરાંત, ઉદ્યોગો પર્યાવરણીય સ્થિરતાને પ્રાથમિકતા આપે છે, ત્યારે આપણે આપણી કાર્યબળ સંસ્કૃતિમાં પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અને મૂલ્યોને કેવી રીતે સંકલિત કરી શકીએ?

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને ગ્રીન જોબ્સ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે કુશળ અને અનુકૂલનશીલ કાર્યબળ મહત્વપૂર્ણ છે. શ્રમ-ઘનિષ્ઠતાવાળા ઉદ્યોગોને મજબૂત બનાવવાથી વિવિધ જનસંખ્યાવિજ્ઞાન માટે સમાન તકો સુનિશ્ચિત થાય છે, જેમાં અદ્યતન શિક્ષણની મર્યાદિત સુલભતા ધરાવતા ઉદ્યોગોનો પણ સમાવેશ થાય છે.”

તેમણે ભારતની સ્થિતિ પર “જગતની જીસીસી કેપિટલ’ તરીકેની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો હતો  , જેમાં 1700 ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરો (જીસીસી) 20 લાખ કરતાં વધારે લોકોને રોજગારી પૂરી પાડશે – 2030 સુધીમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ જીસીસીમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, રોબોટિક પ્રોસેસ ઓટોમેશન, ડિજિટલ કોમર્સ, સાયબર સિક્યોરિટી, બ્લોકચેઇન, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી જેવી ઉભરતી ટેકનોલોજીનો સ્વીકાર જોઈ રહ્યા છીએ. આ બાબત ભારતની અપવાદરૂપ ટેકનોલોજીકલ પ્રતિભાના પુરાવા તરીકે કામ કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002GSLA.jpg

કૉન્ફરન્સમાંથી ચાવીરૂપ ક્ષેત્રીય આંતરદૃષ્ટિ

મેન્યુફેક્ચરિંગ: સીઆઇઆઇ નેશનલ કમિટી ઓન ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર અને ડેકી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના ચેરમેન શ્રી વિનોદ શર્માએ મંત્રાલયો અને રાજ્યોમાં રોજગાર યોજનાઓને સુવ્યવસ્થિત કરવા માટે સંકલિત રાષ્ટ્રીય રોજગાર નીતિની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે  ઉદ્યોગ, સરકાર અને કાર્યબળને ભવિષ્યના પ્રૂફિંગ માટેના પડકારો અને ઉકેલોને ઓળખવા માટે એક સમર્પિત “ટાસ્ક ફોર્સ ઓન ફ્યુચર ઓફ જોબ્સ”ની રચના કરવાનું સૂચન કર્યું  હતું. વધુમાં, તેમણે કાર્યક્ષમ જોબ મેચિંગ અને કૌશલ્ય વિકાસ માટે ગતિશીલ યુનિવર્સલ લેબર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (યુએલએમઆઇએસ)ની હિમાયત કરી હતી.

તેમણે વધુમાં કારકિર્દીના માર્ગો અને વ્યાવસાયિક વિકાસને વધારવા માટે કૌશલ્ય-આધારિત કારકિર્દી પ્રગતિ માળખાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ પ્રોગ્રામ્સ પૂરા પાડતી કંપનીઓને પ્રોત્સાહનો આપવાની ભલામણ કરી હતી અને વધુ અનુકૂલનશીલ કાર્યબળના નિર્માણ માટે એપ્રેન્ટિસશીપ અને કમાવો અને શીખો કાર્યક્રમમાં રોકાણમાં વધારો કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ટૂંકા ગાળાના શિક્ષણ અને કૌશલ્ય વિકાસના અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ગ્રીન જોબ્સ: સુઝલોન ગ્રૂપના સીએચઆરઓ શ્રી રાજેન્દ્ર મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 2023માં 10 લાખ નોકરીઓ સાથે ભારત પુનઃપ્રાપ્ય ઊર્જાની રોજગારીમાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે. તેમણે જણાવ્યું હતું કે, “સ્વચ્છ ઊર્જામાં સંક્રમણ વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે 10.3 મિલિયન નવી રોજગારીનું સર્જન કરશે, જે 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંક દ્વારા સંચાલિત છે. આ બદલાવ નવીનીકરણીય ઊર્જા તકનીકોથી લઈને ટકાઉપણાની પદ્ધતિઓ, પર્યાવરણીય વિજ્ઞાન અને કાર્બન બજારની કુશળતા સુધીના હરિયાળા કૌશલ્યોની દુનિયાને ખોલે છે.” મુખ્ય ભૂમિકામાં પુનઃપ્રાપ્ય ઊર્જા ટેકનિશિયનો, સસ્ટેઇનેબિલિટી કન્સલ્ટન્ટ્સ, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર્સ, ગ્રીન બિલ્ડિંગ પ્રોફેશનલ્સ અને કાર્બન માર્કેટ એનાલિસ્ટ્સનો સમાવેશ થાય છે, જે સાતત્યપૂર્ણ, ઊર્જા-કાર્યક્ષમ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003BCMS.jpg

હોસ્પિટાલિટી એન્ડ ટૂરિઝમ: ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ – એચઆર શ્રી અજય દત્તાએ જણાવ્યું હતું કે, “ભારતનો પર્યટન ઉદ્યોગ રોગચાળા પછી ફરીથી વિકસી રહ્યો છે, જે ગોવા, હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા રાજ્યો દ્વારા સંચાલિત છે. ઉભરતા પ્રવાહોમાં આધ્યાત્મિક, ગ્રામીણ અને સુખાકારી પર્યટનનો સમાવેશ થાય છે. વિકસિત ભારત માટે વિઝન સાથે, ઉદ્યોગનું લક્ષ્ય 2047 સુધીમાં $3 ટ્રિલિયન સુધી પહોંચવાનું છે, જે નોંધપાત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન કરશે.” તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં પ્રાપ્ત કૌશલ્યો રિટેલ અને બીપીઓ જેવા અન્ય ઉદ્યોગોમાં તબદીલ કરી શકાય તેમ છે. તેમણે સરકારને  હોસ્પિટાલિટી અને ટૂરિઝમ ક્ષેત્રને ‘ઉદ્યોગનો દરજ્જો’ આપવા વિનંતી કરી હતી.

સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ: સીઆઇઆઇ નેશનલ કમિટી ઓન સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ચેરમેન અને રોકવેલ ઓટોમેશન ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિલીપ સાહનીએ જણાવ્યું હતું કે, “સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ 7.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે, જીડીપીમાં 25 ટકાનું યોગદાન આપવા અને ભારતને બીજા ક્રમનું સૌથી મોટું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રની 90 ટકા કંપનીઓ એમએસએમઇ છે, ત્યારે 100 મિલિયનથી વધારે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીનું સર્જન કરવા અને ભારતને વૈશ્વિક મૂલ્ય શ્રુંખલામાં સંકલિત કરવા માટે સ્પર્ધાત્મકતા મહત્ત્વપૂર્ણ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેમ જેમ ઉત્પાદન અદ્યતન ટેકનોલોજી સાથે વિકસતું જાય છે, તેમ તેમ કૌશલ્ય અને કૌશલ્ય સંવર્ધન કાર્યક્રમોએ કાર્યદળને વિશ્લેષણાત્મક-સંચાલિત ભૂમિકાઓ અપનાવવા, આર્થિક વૃદ્ધિ અને મૂલ્ય સંવર્ધનને આગળ વધારવા સક્ષમ બનાવવું જોઈએ.

લોજિસ્ટિક્સ: ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડના સીઇઓ શ્રી સુકુમાર કેએ નોંધ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે, લોજિસ્ટિક્સ સેક્ટર 2030 સુધીમાં 18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે, જ્યારે ભારતમાં, તે વધતા જતા ઇ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહનો અને પીએમ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન જેવી પરિવર્તનકારી નીતિઓથી પ્રેરિત થઈને 350 અબજ ડોલરથી વધુની વૃદ્ધિની અપેક્ષા રાખે છે, જે તેને આર્થિક વિકાસ અને રોજગારક્ષમતાનો પાયો બનાવે છે.”

સેફએક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડેન્ટ શ્રી અનિલ સ્યાલે ઉમેર્યું હતું કે, “ભારતીય વેરહાઉસિંગ માર્કેટ, 14-15% સીએજીઆર પર વૃદ્ધિ કરી રહ્યું છે, જે નાણાકીય વર્ષ 2027 સુધીમાં 35 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. મુખ્ય ડ્રાઇવરોમાં સ્વાયત્ત સિસ્ટમ્સ અને ડેટા એનાલિટિક્સ દ્વારા એઆઈ, ઓટોમેશન, સ્થિરતાપણું અને રીઅલ-ટાઇમ દૃશ્યતાનો સમાવેશ થાય છે. ઇન્ટ્રા-સ્ટોરેજ રોબોટિક્સ અને ટકાઉ પરિવહન જેવા ઉભરતા પ્રવાહો વર્કફોર્સ ડાયનેમિક્સ અને સપ્લાય ચેઇન ઓપરેશન્સને ફરીથી આકાર આપી રહ્યા છે.”

હેલ્થકેર: સીઆઈઆઈ હેલ્થકેર કાઉન્સિલના સભ્ય અને ફોર્ટિસ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડો. આશુતોષ રઘુવંશીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક જીડીપીમાં હેલ્થકેરનો ફાળો 10 ટકા છે (ડબ્લ્યુએચઓ, 2020; વર્લ્ડ બેંક, 2023), જેમાં ભારતનું ક્ષેત્ર વાર્ષિક ધોરણે 7-10% (ઇકોનોમિક ટાઇમ્સ, માર્ચ 2024) સાથે વૃદ્ધિ પામે છે. વર્ષ 2030 સુધીમાં 1.8 કરોડ કામદારોની વૈશ્વિક અછત અને ભારતમાં 2.7 મિલિયનનો તફાવત દૂર કરવો, જીએચઈને જીડીપીના 2.5-3.0 ટકા સુધી વધારવું, ડિજિટલ સ્વાસ્થ્યમાં વધારો, તબીબી પર્યટન માટે મેડિ-શહેરોનો વિકાસ કરવો અને ગ્રામીણ આરોગ્યસેવાને મજબૂત કરવી માંગને પહોંચી વળવા અને રોજગારીનું સર્જન કરવા માટે મહત્વપૂર્ણ છે.”

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044IPO.jpg

હેલ્થકેર સેક્ટર સ્કિલ્સ કાઉન્સિલના ગવર્નિંગ બોડીના સભ્ય ડો. શુબનુમ સિંહે નોંધ્યું હતું કે, “એઆઈને સંવર્ધિત ભૂમિકામાં હેલ્થકેરમાં આવકારવામાં આવે છે. આપણે હેલ્થકેરમાં ડિજિટલ કૌશલ્યને મજબૂત કરતી વખતે અને નવીનતાને ટેકો આપતી વખતે ધીરે ધીરે અને સ્થિરતાથી આગળ વધવું જોઈએ.”

આરબીઆઈના કેએલઇએમએસ ડેટાબેઝના કામચલાઉ અંદાજ મુજબ, આ પરિષદમાં ભારતના રોજગાર પરિવર્તન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે 2014-15માં 471.5 મિલિયનથી વધીને 2023-24માં 643 મિલિયન થઈ ગયો હતો. વૃદ્ધિના ચાવીરૂપ ચાલકોમાં રોકાણમાં વધારો, પીએલઆઈ યોજના અને ટેકનોલોજીમાં પ્રગતિનો સમાવેશ થાય છે. એમએસએમઇ અને સ્ટાર્ટઅપ્સે વર્કફોર્સ લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ગ્રીન જોબ્સ, ડિજિટલ ટેકનોલોજી અને હોસ્પિટાલિટી, ટૂરિઝમ અને હેલ્થકેર જેવા સર્વિસ સેક્ટર્સ જેવા ઉભરતા ક્ષેત્રો રોજગારીની ઇકોસિસ્ટમને નવો આકાર આપી રહ્યા છે.

નિષ્કર્ષ અને નીતિ ભલામણો ગતિશીલ વૈશ્વિક અર્થતંત્ર માટે ભારતના કાર્યબળને તૈયાર કરવા માટે કાર્યવાહી કરી શકાય તેવી નીતિ ભલામણોમાં પરિષદનું સમાપન થયું. ચાવીરૂપ વ્યૂહરચનાઓમાં સામેલ છેઃ

  • કૌશલ્ય વિકાસ અને ટેકનોલોજીકલ અપસ્કિલિંગમાં વધારો કરવો.
  • સર્વસમાવેશક વિકાસ માટે જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવું.
  • ડિજિટલ સાક્ષરતા અને પર્યાવરણને અનુકૂળ કાર્યબળનાં મૂલ્યોને પ્રોત્સાહન આપવું.
  • કાર્યબળના વિકાસમાં સર્વસમાવેશકતા અને ટકાઉપણાને પ્રાધાન્ય આપવું.

આ પ્રમુખ ફોકસ ક્ષેત્રોને સંબોધિત કરીને, ભારત વૈશ્વિક રોજગારીના પરિદ્રશ્યમાં એક અગ્રણી બનવા માટે સજ્જ છે, જે ભવિષ્ય માટે તૈયાર કાર્યબળનું સર્જન કરશે, જે માત્ર સ્થાનિક માગને જ સંતોષતું નથી, પરંતુ વૈશ્વિક કાર્યબળના પડકારોનું પણ સમાધાન કરશે.

About Matribhumi Samachar

Check Also

ભારતના રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો રજૂ કર્યા

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(3 ડિસેમ્બર, 2025) નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે …