Friday, January 02 2026 | 11:41:28 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ.2999 અને ચાંદીના વાયદામાં રૂ.597નો સાપ્તાહિક ધોરણે ઘટાડોઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 9થી 15ના સપ્તાહ દરમિયાન  વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.1816503.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.206838.7 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1609653.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21498 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.26532.18 કરોડનું થયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.154588.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96020ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96741 અને નીચામાં રૂ.90890ના સ્તરને સ્પર્શી, રૂ.96168ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.2999 ઘટી રૂ.93169ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.2517 ઘટી રૂ.74954ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો સપ્તાહના અંતે 1 ગ્રામદીઠ રૂ.280 ઘટી રૂ.9425 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.2998 ઘટી સપ્તાહના અંતે રૂ.93155ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.96400ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96928 અને નીચામાં રૂ.91279ના સ્તરને સ્પર્શી, રૂ.96401ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.3071 ઘટી રૂ.93330ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.96190ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.97666 અને નીચામાં રૂ.93800ના સ્તરને સ્પર્શી, રૂ.96512ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.597 ઘટી રૂ.95915 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.607 ઘટી સપ્તાહના અંતે રૂ.95899ના ભાવે બંધ થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.603 ઘટી સપ્તાહના અંતે રૂ.95910ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.15103.20 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.6.35 વધી રૂ.862.25 થયો હતો. જસત મે વાયદો રૂ.8 વધી રૂ.259.05ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.6.75 વધી રૂ.241.05ના ભાવે બોલાયો હતો. સીસું મે વાયદો 45 પૈસા વધી રૂ.178.7 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.37134.18 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5162ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5442 અને નીચામાં રૂ.5146ના સ્તરને સ્પર્શી, રૂ.5163ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.108 વધી રૂ.5271ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.110 વધી રૂ.5272 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.14.7 ઘટી રૂ.292.1ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.14.6 ઘટી રૂ.292.3 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.923ના ભાવે ખૂલી, રૂ.15 ઘટી રૂ.910.4ના સ્તરે પહોંચ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.260 વધી રૂ.54450ના સ્તરે પહોંચ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.114023.36 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.40565.10 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.9628.34 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1910.67 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.346.70 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.3217.49 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.10437.68 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.26696.50 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.8.94 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.3.93 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 11079 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 24900 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6476 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 66421 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6167 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20526 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 25603 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 82985 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 7144 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16051 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21937 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 22222 પોઇન્ટના સ્તર અને નીચામાં 21079 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 634 પોઇન્ટ ઘટી 21498 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો.

                                        

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

BSNLએ ભારતના તમામ સર્કલમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ (VoWiFi) સેવા શરૂ કરી

નવા વર્ષ નિમિત્તે ભારતની અગ્રણી સરકારી ટેલિકોમ કંપની, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), દેશભરમાં વોઇસ …