Friday, January 02 2026 | 09:22:35 PM
Breaking News

સોનાના વાયદાના ભાવમાં રૂ.1,122 અને ચાંદીના વાયદામાં રૂ.1,092નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.461 તેજ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 10થી 16 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 170,70,413 સોદાઓમાં કુલ રૂ.20,17,412.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,55,419.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1861981.14 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,03,896 સોદાઓમાં રૂ.81,217.56 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.78,302ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.79,270 અને નીચામાં રૂ.77,965ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,122ના ઉછાળા સાથે રૂ.79,226ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.822 ઊછળી રૂ.63,703 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.105 વધી રૂ.7,852ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,092ના ઉછાળા સાથે રૂ.79,160ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.91,896ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.93,660 અને નીચામાં રૂ.89,910ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,092ના ઉછાળા સાથે રૂ.92,803ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,065ની તેજી સાથે રૂ.92,758 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,059ની વૃદ્ધિ સાથે રૂ.92,755 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,04,118 સોદાઓમાં રૂ.13,339.36 કરોડના વેપાર થયા હતા. તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.826ના ભાવે ખૂલી, રૂ.12.65 વધી રૂ.837.65 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.10.15 વધી રૂ.252.55 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.178ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.55 વધી રૂ.274ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.9.80 વધી રૂ.252.40 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.178.30 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.2.05 વધી રૂ.274.15 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 12,42,715 સોદાઓમાં રૂ.60,842.49 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,367ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,958 અને નીચામાં રૂ.6,363ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.461 વધી રૂ.6,833 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.465 વધી રૂ.6,837 બંધ થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.321ના ભાવે ખૂલી, રૂ.30.30 વધી રૂ.356.30 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 30.1 વધી 355.9 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.19.90 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,880ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,000 અને નીચામાં રૂ.54,100ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.370 ઘટી રૂ.54,220ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.23.20 ઘટી રૂ.924.70 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.38,787.27 કરોડનાં 49,229.930 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.42,430.29 કરોડનાં 4,603.884 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,969.48 કરોડનાં 2,08,21,530 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.46,873.01 કરોડનાં 1,38,66,33,750 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,439.71 કરોડનાં 98,597 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.508.65 કરોડનાં 28,535 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,840.57 કરોડનાં 82,405 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,550.43 કરોડનાં 1,30,039 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.8.59 કરોડનાં 6,288 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.31 કરોડનાં 120.96 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,781.593 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,046.158 ટન, તાંબાના વાયદાઓમાં 21,487.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 25,087 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 6,966 ટન તથા જસત અને જસત-મિનીમાં 21,357 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 16,48,230 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,96,06,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 21,648 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 181.8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.12.54 કરોડનાં 131 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 70 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19,090 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,293 અને નીચામાં 18,950 બોલાઈ, 343 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 258 પોઈન્ટ વધી 19,274 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.18,61,981.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,33,483.31 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.21,663.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.15,30,986.36 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,54,580.37 કરોડનાં કામકાજ થયાં હતાં.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

BSNLએ ભારતના તમામ સર્કલમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ (VoWiFi) સેવા શરૂ કરી

નવા વર્ષ નિમિત્તે ભારતની અગ્રણી સરકારી ટેલિકોમ કંપની, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), દેશભરમાં વોઇસ …