Sunday, December 07 2025 | 08:23:02 PM
Breaking News

સોનાના વાયદામાં રૂ.1199 અને ચાંદીના વાયદામાં રૂ.750નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.80 ઢીલો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.84647.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17530.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67116.38 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21490 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1003.07 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.14290.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.93024ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.94031 અને નીચામાં રૂ.92800ના મથાળે અથડાઈ, રૂ.92441ના આગલા બંધ સામે રૂ.1199 વધી રૂ.93640ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.552 વધી રૂ.75167ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.79 વધી રૂ.9457 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.1157 વધી રૂ.93600ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.93245ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93925 અને નીચામાં રૂ.93120ના મથાળે અથડાઈ, રૂ.92647ના આગલા બંધ સામે રૂ.1086 વધી રૂ.93733 થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.95499ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96250 અને નીચામાં રૂ.95499ના સ્તરને સ્પર્શી, રૂ.95318ના આગલા બંધ સામે રૂ.750 વધી રૂ.96068ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.735 વધી રૂ.96055 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.729 વધી રૂ.96057 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1336.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.9 વધી રૂ.855ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો 75 પૈસા વધી રૂ.257.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.2.45 ઘટી રૂ.237.05ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 40 પૈસા ઘટી રૂ.178.25ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1315.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5307ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5336 અને નીચામાં રૂ.5255ના મથાળે અથડાઈ, રૂ.5351ના આગલા બંધ સામે રૂ.80 ઘટી રૂ.5271 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.82 ઘટી રૂ.5268ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.7.8 ઘટી રૂ.277.5ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.7.8 ઘટી રૂ.277.6 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.902.7ના ભાવે ખૂલી, રૂ.5.5 ઘટી રૂ.904.1 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.190 ઘટી રૂ.53970 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.11829.93 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2460.13 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.888.41 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.206.35 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.27.61 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.214.39 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.530.31 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.784.78 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.2.95 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.2.35 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17009 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 38237 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 16371 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 197914 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15510 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 22403 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37513 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 140060 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19832 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22412 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 21466 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21490 પોઇન્ટના સ્તર અને નીચામાં 21460 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 76 પોઇન્ટ વધી 21490 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.40.5 ઘટી રૂ.190.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.4 ઘટી રૂ.8.65ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.471.5 વધી રૂ.1037 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.428 વધી રૂ.2930 થયો હતો. તાંબું મે રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 86 પૈસા ઘટી રૂ.5.85 થયો હતો. જસત મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 34 પૈસા ઘટી રૂ.1.09 થયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31.8 વધી રૂ.199.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.75 વધી રૂ.11.55ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.92000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.440 ઘટી રૂ.533.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.353.5 ઘટી રૂ.2239.5ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.23 ઘટી રૂ.5.52ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા ઘટી રૂ.0.28ના ભાવે બોલાયો હતો.

                 

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …