Wednesday, February 04 2026 | 02:49:16 PM
Breaking News

નીમુબેન બાંભણીયા અને જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે માઢીયા અને સનેસ ગામની સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Connect us on:

ભાવનગરના ભાલ વિસ્તારના પ્રભાવિત ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાની કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ સહિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

ભાલ વિસ્તારના ગામો પાળીયાદ, દેવળીયા, માઢીયા, સનેશ, રાજગઢ, મીઠાપર અને સવાઈનગર ગામોમાં વરસાદી પાણી ભરાઇ જવાને લીધે નિકાલ થતું ના હોઈ જેને લીધે લોકોના ઘરોમાં પાણી ભરાઇ જવાની પરિસ્થિતિ ઉદ્દભવે છે. જેનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક અને લાંબા ગાળા માટે કેવા પગલાં લેવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે અંગે મંત્રીશ્રીએ  માર્ગદર્શન આપ્યું હતું. આ તકે બેઠકમાં પ્રભાવિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ સહિતના આગેવાનો અને અધિકારીશ્રીઓ માઢીયા અને સનેસ ગામ વિસ્તારની સ્થળ મુલાકાત કરીને નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સ્થળ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પર જરૂરી સુચનો કર્યાં હતાં.

આ તકે પ્રાંત અધિકારી શ્રી પ્રતિભા દહિયા, મામલતદાર ગ્રામ્ય શ્રી બળદેવભાઈ બેલદાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.કે. રાવત, માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

About Matribhumi Samachar

Check Also

ડાક વિભાગે ‘પોસ્ટલ લાઇફ ઈન્સ્યોરન્સ’ની 142મી વર્ષગાંઠ ઉજવી, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોલિસી બોન્ડનું વિતરણ કર્યું

ડાક વિભાગે પત્ર અને પાર્સલ સેવાઓ સાથે-સાથે જીવન વીમાના ક્ષેત્રમાં પણ એક સશક્ત, વિશ્વસનીય અને જનકલ્યાણકારી …