Tuesday, December 23 2025 | 08:29:50 AM
Breaking News

બોટાદ ખાતે નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિર યોજાઈ

Connect us on:

નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા “તમારી મૂડી, તમારો અધિકાર” શિબિરનું બોટાદ ખાતે જિલ્લા કક્ષાની શિબિરનું આયોજન કરાયું.

“તમારી મૂડી, તમારો અધિકાર” ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ 1 ઓક્ટોબર 2025 થી 31 ડિસેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશનું તારીખ 04થી ઓક્ટોબર, 2025ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં માનનીય કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવ્યા બાદ હવે આ ઝુંબેશને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવા બોટાદ ખાતે બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું.

અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે બોટાદ નગરપાલિકા, બોટાદ રેલ્વે સ્ટેશન સામે, બોટાદ ખાતે શનિવાર તારીખ 20મી ડીસેમ્બર 2025ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આ શિબિરનો શુભારંભ શ્રી દેવેન્દ્ર બોંડે, ડીજીએમ આરબીઆઈ તેમજ  શ્રીમતી વીણા શાહ, ડીજીએમ, એસએલબીસી, ગુજરાત રાજ્ય, શ્રી રવિ રંજન સહાયક મહાપ્રબંધક અને રિજનલ મેનેજર બેંક ઓફ બરોડા – સુરેન્દ્રનગર ક્ષેત્ર, શ્રી સુશીલ સહાણે  સહાયક મહાપ્રબંધક આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો તથા  અન્ય વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય અતિથિઓએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને નાણાકીય સમાવેશનને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ શિબિર દરમ્યાન મંચસ્થ મહાનુભાવો દ્વારા 35 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 20 લાખ રૂપિયાના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે 250 જેટલા લોકો હાજર રહ્યા હતા.

આ શિબિર દરમ્યાન વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેંક ઓફ બરોડા આર.સે.ટી. દ્રારા 12 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જે સ્ટોલ પર લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.

About Matribhumi Samachar

Check Also

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન AEPC વાર્ષિક એવોર્ડ સમારોહને સંબોધિત કર્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીમાં એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (AEPC) ના …