Tuesday, December 09 2025 | 03:47:30 AM
Breaking News

સોનાના વાયદાના ભાવમાં રૂ.426નો ઉછાળોઃ ચાંદીના વાયદામાં રૂ.179ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.65ની નરમાઈ

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.65854.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10142.01 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.55711.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19150 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1024.63 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6489.20 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.78942ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.79037 અને નીચામાં રૂ.78797ના મથાળે અથડાઈ, રૂ.78544ના આગલા બંધ સામે રૂ.426 વધી રૂ.78970ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.81 વધી રૂ.63565ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.7835ના ભાવ થયા હતા. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.78950ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91764ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92361 અને નીચામાં રૂ.91432ના સ્તરને સ્પર્શી, રૂ.91442ના આગલા બંધ સામે રૂ.179 વધી રૂ.91621ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.202 વધી રૂ.91656ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.237 વધી રૂ.91680ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1133.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો 50 પૈસા ઘટી રૂ.831.35ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો રૂ.2.25 ઘટી રૂ.276.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.25 ઘટી રૂ.254.95ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો રૂ.1.15 ઘટી રૂ.176.9ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2526.91 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6645ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6661 અને નીચામાં રૂ.6534ના મથાળે અથડાઈ, રૂ.6613ના આગલા બંધ સામે રૂ.65 ઘટી રૂ.6548ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.61 ઘટી રૂ.6554ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.2 વધી રૂ.335.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.3.2 વધી રૂ.335.1ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.922.5ના ભાવે ખૂલી, 50 પૈસા વધી રૂ.924.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.70 ઘટી રૂ.53600ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3807.32 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2681.87 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 484.83 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 227.62 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 52.89 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 368.23 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 607.74 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1919.17 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 4.28 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 7.96 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17387 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 27800 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5707 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 70831 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 23881 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39680 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 148912 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 9308 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16165 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19160 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19195 પોઈન્ટના સ્તર અને નીચામાં 19150 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 55 પોઈન્ટ વધી 19150 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.39 ઘટી રૂ.160ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ.10.1ના ભાવ થયા હતા.

સોનું જાન્યુઆરી રૂ.79000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.121 વધી રૂ.533.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.35 વધી રૂ.2650.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.06 ઘટી રૂ.5.15ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 82 પૈસા ઘટી રૂ.0.7ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.40.55 ઘટી રૂ.203.15ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા વધી રૂ.10.3ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.79000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.120.5 વધી રૂ.527ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.36 વધી રૂ.2544ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.27.9 વધી રૂ.253.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.3 ઘટી રૂ.9.35ના ભાવે બોલાયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.154 ઘટી રૂ.206.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.110.5 ઘટી રૂ.1949.5ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.24 ઘટી રૂ.3.94ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 65 પૈસા વધી રૂ.1.56ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.4500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 85 પૈસા ઘટી રૂ.7.85ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.5 ઘટી રૂ.9.05ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.79000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.271.5 ઘટી રૂ.600ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.91000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.115.5 ઘટી રૂ.2312.5ના ભાવે બોલાયો હતો.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

UPIને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે દુનિયાની સૌથી મોટી રિયલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ માની; ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં 49% હિસ્સેદારી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના જૂન 2025ના રિપોર્ટ ‘ગ્રોઇંગ રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ (ધ વેલ્યુ ઓફ ઇન્ટરઓપરેબિલિટી)’માં યુનિફાઇડ પેમેન્ટ્સ …