Saturday, December 13 2025 | 01:56:16 AM
Breaking News

હીરાના વેપારની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે વાણિજ્ય વિભાગે ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન યોજના શરૂ કરી

Connect us on:

ભારત સરકારનાં વાણિજ્ય વિભાગે 21 જાન્યુઆરી, 2025નાં રોજ ડાયમંડ ઇમ્પ્રેસ્ટ ઓથોરાઇઝેશન (DIA) યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતનાં હીરા વ્યવસાયની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાનો છે. આ યોજના કુદરતી કાપેલા અને પોલિશ્ડ હીરાની ડ્યુટી ફ્રી આયાત માટે એક સુવ્યવસ્થિત સિસ્ટમ પૂરી પાડે છે, આમ મૂલ્યવર્ધન અને નિકાસને પ્રોત્સાહન આપે છે. આ યોજના 01.04.2025થી અમલમાં આવશે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ:

આ યોજના ¼ કેરેટ (25 સેન્ટ) કરતા ઓછા વજનનાં કુદરતી કાપેલા અને પોલિશ્ડ હીરાની ડ્યુટી-મુક્ત આયાતની મંજૂરી આપે છે.

આ યોજના હેઠળ, 10 ટકા મૂલ્યવર્ધન સાથે નિકાસ જવાબદારી ફરજિયાત બનાવવામાં આવી છે.

ટુ સ્ટાર કે તેથી વધુ એક્સપોર્ટ હાઉસનો દરજ્જો ધરાવતા અને વાર્ષિક 15 મિલિયન યુએસ ડોલરની નિકાસ ધરાવતા તમામ હીરા નિકાસકારો આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે.

આ યોજના બોત્સ્વાના, નામિબિયા, અંગોલા વગેરે જેવા ઘણા કુદરતી હીરા ખાણકામ દેશોમાં અપનાવવામાં આવતી મહેનતાણું નીતિઓનાં સંદર્ભમાં ઘડવામાં આવી છે.  જ્યાં હીરા ઉત્પાદકોને મૂલ્યવર્ધનનાં ઓછામાં ઓછા ટકાવારી માટે કટ અને પોલિશિંગ સુવિધાઓ ખોલવાનો આદેશ આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય હીરા ઉદ્યોગની સમગ્ર મૂલ્ય શૃંખલામાં વૈશ્વિક નેતા તરીકે ભારતનું સ્થાન જાળવી રાખવાનો છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય હીરા નિકાસકારો, ખાસ કરીને MSME નિકાસકારો માટે સમાન તક પૂરી પાડવાનો છે, જેથી તેઓ મોટા સ્પર્ધકો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરી શકે. તેનો ઉદ્દેશ્ય હીરા ખાણકામનાં સ્થળોએ ભારતીય હીરા વેપારીઓ દ્વારા રોકાણમાં સંભવિત વધારાને રોકવાનો છે. વધુમાં, આ યોજના ખાસ કરીને હીરા વર્ગીકરણ કરનારાઓ અને ફેક્ટરીઓમાં અર્ધ-તૈયાર હીરા કાપવા માટે વધુ રોજગારીની તકો ઉભી કરશે તેવી અપેક્ષા છે. ભારતીય નિકાસકારોને સુવિધા આપીને, તે સ્થાનિક સ્તરે હીરા કાપવાના ઉદ્યોગનું રક્ષણ કરવા અને સંબંધિત રોજગાર ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે.

DIA યોજના વૈશ્વિક હીરા વેપારમાં અગ્રણી ખેલાડી તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આનાથી વ્યાપાર કરવામાં સરળતા તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન સુનિશ્ચિત થાય છે. આ યોજનાથી હીરા ઉદ્યોગમાં કુશળ કારીગરો માટે રોજગારની તકો ઉભી થવાની પણ અપેક્ષા છે અને ભારતમાંથી કાપેલા અને પોલિશ્ડ હીરાની નિકાસમાં પણ વધારો થવાની અપેક્ષા છે.

હીરા ઉદ્યોગ સાથે સંબંધિત નિકાસમાં તીવ્ર ઘટાડાને કારણે, કામદારો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. આ યોજના આ વલણનો સામનો કરશે અને હીરા ઉદ્યોગને પુનર્જીવિત કરશે તેવી અપેક્ષા છે.

About Matribhumi Samachar

Check Also

ગુજરાતના સંચાર મિત્રોએ રચ્યો નવો કિર્તિમાન: 2 મહિનામાં 50થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો, દૂરસંચાર વિભાગની યોજનાઓને પહોંચાડી જન-જન સુધી

ગુજરાત અને દાદરા-નગર હવેલી તથા દમણ-દીવમાં દૂરસંચાર વિભાગ (ડીઓટી) હેઠળ સંચાલિત “સંચાર મિત્ર” કાર્યક્રમે એક નવો …