આજે કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવતા જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં રૂ. 17.14 કરોડનાં અનેક વિકાસલક્ષી કામોનું ઈ- ખાતમૂહુર્ત અને રૂ.2.34 કરોડનાં વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમજ તેમણે પોરબંદરથી દિલ્લી અને મુજજફરપુર માટેની દ્વિ-સાપ્તાહિક એલ. એચ. બી.માં રૂપાંતરણ થયેલી ટ્રેનનું પણ લોકાર્પણ કર્યું હતું.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદર સંસદીય મત વિસ્તારમાં આવતા જેતપુર અને જામકંડોરણા તાલુકાઓમાં કુલ રૂ. 17.14 કરોડનાં 61 વિકાસલક્ષી કામોનું ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 1.56 કરોડનું ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલતર બિલ્ડિંગ, માર્ગ અને મકાન વિભાગ હેઠળ પોરબંદર જિલ્લામાં રૂ.10.02 કરોડના 10 વિકાસલક્ષી કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ જિલ્લાનાં કુતિયાણા તાલુકામાં રૂ. 1.86 કરોડનાં કુલ 6 નવ નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાનાં રૂ.97.58 લાખના 36 વિકાસલક્ષી કામનું ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે નર્મદા જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ જિલ્લાનાં રૂ.41.97 લાખનાં 1 વિકાસલક્ષી કામ, સાંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ પોરબંદર તાલુકાનાં મોઢવાડા ગામે રૂ.20 લાખનાં રી-ક્રીએશન પાર્ક અને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ 15 માં નાણાંપંચનાં પોરબંદર જિલ્લાનાં રૂ.10.67 લાખનાં 6 વિકાસલક્ષી કામનું ઈ- ખાતમૂહુર્ત કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી માંડવિયાએ સામાન્ય વહીવટ વિભાગ (આયોજન) હેઠળ પોરબંદર જિલ્લાનાં રૂ.1.92 કરોડનાં 82 વિકાસલક્ષી કામ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ 15 માં નાણાંપંચનાં પોરબંદર જિલ્લાનાં રૂ.41.45 લાખનાં 18 વિકાસલક્ષી કામનું ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યનાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા અને શ્રી કાંધલભાઈ જાડેજા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
Matribhumi Samachar Gujarati

