Sunday, January 25 2026 | 06:10:19 PM
Breaking News

સોનાનો વાયદો રૂ.673ના ઉછાળા સાથે રૂ.95 હજારના સ્તરેઃ ચાંદીના વાયદામાં રૂ.371ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.36નો સુધારો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.100361.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17900.27 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.82460.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22068 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1186.71 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14157.91 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95344ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95705 અને નીચામાં રૂ.95150ના મથાળે અથડાઈ, રૂ.94841ના આગલા બંધ સામે રૂ.673 વધી રૂ.95514ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.651 વધી રૂ.76683ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.68 વધી રૂ.9601ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.662 વધી રૂ.95423ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.95100ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95733 અને નીચામાં રૂ.94903ના સ્તરને સ્પર્શી, રૂ.94873ના આગલા બંધ સામે રૂ.583 વધી રૂ.95456ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.97447ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97995 અને નીચામાં રૂ.97447ના મથાળે અથડાઈ, રૂ.97288ના આગલા બંધ સામે રૂ.371 વધી રૂ.97659ના ભાવે બોલાયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.386 વધી રૂ.97585ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.414 વધી રૂ.97590ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1318.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો 70 પૈસા વધી રૂ.858.9ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો 35 પૈસા વધી રૂ.260.55 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.3 ઘટી રૂ.238.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 20 પૈસા ઘટી રૂ.177.9ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2194.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5382ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5437 અને નીચામાં રૂ.5369ના મથાળે અથડાઈ, રૂ.5334ના આગલા બંધ સામે રૂ.36 વધી રૂ.5370 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.35 વધી રૂ.5371 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.1 વધી રૂ.293.3ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.2.1 વધી રૂ.293.3 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.907ના ભાવે ખૂલી, રૂ.2.9 વધી રૂ.909.9ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.300 ઘટી રૂ.53900 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 11502.22 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2655.70 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 528.69 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1666.07 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.73 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 3.65 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20638 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39936 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12566 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 164894 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12748 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19917 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38551 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 145659 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11859 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18328 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 22000 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22068 પોઇન્ટના સ્તર અને નીચામાં 22000 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 280 પોઇન્ટ વધી 22068 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.18.9 વધી રૂ.181.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.45 વધી રૂ.11.8ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.216.5 વધી રૂ.728.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.143 વધી રૂ.2000 થયો હતો. તાંબું મે રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 5 પૈસા ઘટી રૂ.5.29ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 20 પૈસા વધી રૂ.1.85ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.1 ઘટી રૂ.215.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.290ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.7.25ના ભાવે બોલાયો હતો.

સોનું મે રૂ.94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.234.5 ઘટી રૂ.375.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.123.5 ઘટી રૂ.2031 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 4 પૈસા વધી રૂ.2.34 થયો હતો. જસત મે રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 3 પૈસા વધી રૂ.0.5 થયો હતો.

                

                                

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ …