Sunday, January 11 2026 | 08:42:26 PM
Breaking News

ઓપરેશન સિંદૂર આપણા સશસ્ત્ર દળોના જવાનો દ્વારા યોગાભ્યાસ દ્વારા મેળવેલ નિયંત્રણ અને આંતરિક શક્તિને પ્રતિબિંબિત કરે છે: શ્રી રાજનાથ સિંહ

Connect us on:

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે 21 જૂન, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ઉત્તરી કમાન્ડ ખાતે લગભગ 2,500 સૈનિકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કરીને 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણીમાં સશસ્ત્ર દળોનું નેતૃત્વ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં, યોગને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો અને ભાર મૂક્યો કે આ પ્રથા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે એક સર્વાંગી અભિગમ પ્રદાન કરે છે. તેમણે યોગને આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં લોકો જે તણાવ, ચિંતા અને હતાશાનો સામનો કરે છે તેના સાર્વત્રિક ઉકેલ તરીકે વર્ણવ્યું હતું.

સંરક્ષણ મંત્રીએ કહ્યું, “યોગ અરાજકતામાં લોકોને સ્પષ્ટતા આપે છે. તે એક કલા, વિજ્ઞાન, ફિલસૂફી અને આધ્યાત્મિકતા છે. જે લોકો તેમના રોજિંદા જીવનમાં યોગનો અભ્યાસ કરે છે તેઓ તેમના શરીર અને મન પર નિયંત્રણ રાખે છે. તે આપણને સક્રિય બનાવે છે, પ્રતિક્રિયાશીલ નહીં.”

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RO7H.jpg

ઓપરેશન સિંદૂરને તે નિયંત્રણનું એક તેજસ્વી ઉદાહરણ ગણાવતા શ્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન દરમિયાન સંયમ, સંતુલન અને ચોકસાઈ દર્શાવી હતી, જે યોગના અભ્યાસમાંથી પ્રાપ્ત થયેલી તેમની આંતરિક શક્તિનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા દ્વારા ભારતની સામાજિક અને સાંપ્રદાયિક એકતાને નિશાન બનાવવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ હતો કે તેને ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવાના પરિણામો ભોગવવા પડશે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું, “ઓપરેશન સિંદૂર 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની હવાઈ હુમલાનો કુદરતી વિકાસ છેતે એવી રીતે હાથ ધરવામાં આવ્યું હતું કે પાકિસ્તાને યુદ્ધવિરામની વિનંતી કરી હતી અને તે પછી જ આપણે ઓપરેશન બંધ કર્યું હતુંજેમ મેં પહેલા કહ્યું છેઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથીભારત આતંકવાદ સામે તમામ પ્રકારની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

શ્રી રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતને અંદરથી નબળું પાડવા માંગે છે, પરંતુ તેણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે મેજર સોમનાથ શર્માની જેમ, બ્રિગેડિયર ઉસ્માન પણ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે દેશ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તેણે આ પ્રથાનો સાચો અર્થ યાદ રાખવો જોઈએ, જે સમાજના દરેક વર્ગને ભારતની સંસ્કૃતિ અને ભાવના સાથે જોડવાનો છે. તેમણે કહ્યું “જો એક પણ વર્ગ પાછળ રહી જાય, તો એકતા અને સુરક્ષાનું ચક્ર તૂટી જાય છે. તેથી, આજે આપણે ફક્ત શરીરના સ્તરે જ નહીં, પરંતુ સમાજ અને વિચારના સ્તરે પણ યોગ કરવો જોઈએ.”

રક્ષા મંત્રીએ સશસ્ત્ર દળોના જવાનોના યોગ પ્રત્યેના વલણની પ્રશંસા કરી, જેની સીધી અસર તેમના શિસ્ત અને એકાગ્રતા પર પડે છે. યોગ સૈનિકને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરે છે અને તેના ફાયદા યુદ્ધના મેદાનમાં જોઈ શકાય છે તેમ જણાવીને, તેમણે સૈનિકોને દરરોજ તેનો અભ્યાસ કરતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘યોગ એ ભારતની દુનિયાને ભેટ છે’ તેવા નિવેદનને સમર્થન આપતા, રક્ષા મંત્રીએ કહ્યું કે તે માત્ર એક રાજદ્વારી નિવેદન નથી પરંતુ એક દ્રષ્ટિ છે. તેમણે કહ્યું કે યોગ દ્વારા ભારતે વિશ્વને એક એવું સાધન આપ્યું છે જે કોઈપણ સીમાઓ, ધર્મ અને સંસ્કૃતિને પાર કરે છે.

શ્રી રાજનાથ સિંહે ધ્યાન દોર્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ – એક પૃથ્વી, એક  માટે યોગ- એક વૈશ્વિક સંદેશ આપે છે કે ભારત ફક્ત પોતાના વિશે જ નહીં પરંતુ વિશ્વના કલ્યાણ વિશે પણ વિચારે છે. તેમણે કહ્યું. “આખી દુનિયા એક પરિવાર છે અને તેના માટે કામ કરવું એ આપણી વિચારસરણીનો એક ભાગ છે. યોગ આ વિચારસરણીનું વ્યવહારુ અભિવ્યક્તિ છે.”

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે યોગ શાંતિથી દુનિયાને બદલી રહ્યો છે અને દરેક નાગરિકને ગર્વ હોવો જોઈએ કે ભારતની પ્રાચીન પરંપરાને વૈશ્વિક સ્તરે માન્યતા અને સ્વીકૃતિ મળી રહી છે. તેમણે તેને ફક્ત એક વલણ તરીકે જ નહીં પરંતુ તેને જીવનનો માર્ગ બનાવવાની જવાબદારી ગણાવી. તેમણે પોતાના ભાષણના સમાપન દરમિયાન કહ્યું “યોગને આપણા જીવનમાં એક સંકલ્પ તરીકે સામેલ કરવાની જરૂર છે. તે આપણી દિનચર્યાનો એક ભાગ હોવો જોઈએ કારણ કે તે દરેકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.”

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ નોર્ધન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બધા સહભાગીઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 પર પ્રધાનમંત્રીના ભાષણનો અનુભવ કર્યો, જે તેમણે વિશાખાપટ્ટનમ ખાતે મુખ્ય કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ પ્રદેશોના પડકારજનક વિસ્તારોમાં અનેક સ્થળોએ પણ યોગ સત્રો યોજવામાં આવ્યા હતા, જે આપણા સૈનિકોની પ્રતિબદ્ધતા અને ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે.

સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠે ઝારખંડના રાંચીમાં પીએમ શ્રી હાઇ સ્કૂલ, કુમ્હારિયા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025 ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને અધિકારીઓને સંબોધતા, તેમણે સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે યોગ દ્વારા મળતી શિસ્ત અને ઉર્જા પર પ્રકાશ પાડ્યો અને દરેકને, ખાસ કરીને બાળકોને, તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વૈશ્વિક સ્તરે યોગને પ્રોત્સાહન આપવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ નવી દિલ્હીમાં સંરક્ષણ ખાતાના નિયંત્રક જનરલના કાર્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં યોગનો અભ્યાસ કર્યો હતો.

નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અને સંગ્રહાલય ખાતે ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના મુખ્યાલયે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના વડા (CISC) એર માર્શલ આશુતોષ દિક્ષિત મુખ્ય મહેમાન હતા. જેમણે આરોગ્ય અને એકતા પ્રત્યે સશસ્ત્ર દળોની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

નવી દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલ (સંશોધન અને રેફરલ) ખાતે યોગ દિવસ કાર્યક્રમમાં 1,500થી વધુ ડોકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પર્યાવરણ અને ટકાઉ સ્વાસ્થ્ય પ્રત્યે પ્રતિબદ્ધતાના પ્રતીક તરીકે, કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ શંકર નારાયણ, ડેપ્યુટી કમાન્ડન્ટ મેજર જનરલ અમુલ કપૂર, સ્ટાફ અને દર્દીઓએ હોસ્પિટલ પરિસરમાં વૃક્ષારોપણ ઝુંબેશ પણ ચલાવી હતી.

About Matribhumi Samachar

Check Also

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખ આપ્યા, જેનાથી તેમની આવક બમણી થઈ અને રેડ સેન્ડર્સના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન મળ્યું

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખનું વિતરણ કર્યું, જેનાથી બેવડી આવક શક્ય બની અને રાષ્ટ્રીય જૈવવિવિધતા …