Friday, January 09 2026 | 02:11:21 AM
Breaking News

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 24 જાન્યુઆરીનાં રોજ મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ની કોર્પોરેટ ઓફિસનું ઉદ્ઘાટન કરશે

Connect us on:

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ દરમિયાન 24 જાન્યુઆરીએ મુંબઈમાં નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી)ની કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં “સહકાર સે સમૃદ્ધિ”નાં વિઝનને વધુ મજબૂત કરવા માટે સહકારી ક્ષેત્રની કેટલીક મુખ્ય પહેલો શરૂ કરવામાં આવશે. શ્રી અમિત શાહ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 માટે પ્રવૃત્તિઓનું વાર્ષિક કેલેન્ડર પણ બહાર પાડશે. દેશભરમાં 10,000 નવી રચાયેલી બહુહેતુક સહકારી મંડળીઓ માટે તાલીમ કાર્યક્રમોનો શુભારંભ કરશે અને પ્રાથમિક સહકારી મંડળીઓ માટે રેન્કિંગ માળખું પ્રસ્તુત કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહનાં વિઝન અને અથાગ પ્રયત્નો હેઠળ સરકારે શહેરી સહકારી બેંકોને તેમના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓનું સમાધાન કરવા માટે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનયુસીએફડીસી) નામની અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન (યુઓ) ની સ્થાપનાને મંજૂરી આપી છે. તેનાથી આશરે 1,500 શહેરી સહકારી બેંકો (યુસીબી)ને જરૂરી આઇટી માળખાગત સુવિધા અને કામગીરીમાં મદદ મળશે. આરબીઆઈની મંજૂરી અનુસાર, છત્રી સંસ્થા એક સ્વ-નિયમનકારી સંસ્થા તરીકે કામ કરશે, જેમાં ₹300 કરોડની પેઈડ-અપ મૂડી મેળવ્યા પછી આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવતા કાર્યો અને પ્રવૃત્તિઓ સાથે કામ કરશે. છત્ર સંસ્થાને આરબીઆઈ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ નોંધણીની તારીખથી એક વર્ષ કરતા વધુ સમય પછી એટલે કે 8 ફેબ્રુઆરી, 2025 સુધીમાં પેઇડ-અપ મૂડી પ્રાપ્ત કરે.

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025ની વાર્ષિક પ્રવૃત્તિઓની સૂચિ જાહેર કરવાથી સહકારી ચળવળને એક નવું પરિમાણ મળશે. આ પ્રવૃત્તિઓ દ્વારા દેશભરમાં સહકારી સંસ્થાઓની ભાગીદારી વધારવામાં આવશે અને વૈશ્વિક સ્તરે સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવામાં આવશે.

સહકારી વર્ષની પ્રવૃત્તિઓથી વૈશ્વિક સ્તરે સહકારનું મહત્વ સમજવામાં મદદ મળશે. તેનાથી વિવિધ દેશો વચ્ચે અનુભવ અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન થશે, જે ભારતમાં સહકારી સંસ્થાઓને વધારે મજબૂત બનાવશે. તે સહકારી મંડળીઓ મારફતે ગ્રામીણ વિકાસ, રોજગાર નિર્માણ અને આર્થિક વૃદ્ધિનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઉત્પ્રેરક બની રહેશે. સાથે સાથે તે સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવામાં અને તેમના સામાજિક-આર્થિક વિકાસમાં પણ મદદ કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ નવી રચાયેલી 10,000 મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટીઝનાં તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. જે આ સોસાયટીઓને જરૂરી ક્ષમતા સાથે સશક્ત બનાવીને તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે. આ અંતર્ગત સહકારી મંડળીઓને આધુનિક વ્યવસ્થાપન, નાણાંકિય આયોજન, ડિજિટાઇઝેશન અને સુશાસન અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે. 11,352 મલ્ટી પર્પઝ કોઓપરેટિવ સોસાયટીઝ (MPACS) માટે કુલ 1,135 તાલીમ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. દરેક કાર્યક્રમમાં 50 સહભાગીઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક છે. જેમાં કુલ 56,760 લોકોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે, જેમાં 43 માસ્ટર ટ્રેનર્સની સહાય લેવામાં આવશે.

શ્રી અમિત શાહ પ્રાથમિક સહકારી મંડળીઓ માટે રેન્કિંગ ફ્રેમવર્કનો પણ શુભારંભ કરશે. જે સહકારી મંડળીઓની કામગીરીનાં મૂલ્યાંકન માટે સમર્પિત સિસ્ટમ પ્રદાન કરશે. રેન્કિંગનું આ માળખું સમિતિઓને પારદર્શકતા, કાર્યદક્ષતા અને અસરકારકતા વધારવામાં મદદરૂપ થશે. જેથી તેમની વિશ્વસનીયતા અને સ્પર્ધાત્મકતામાં વધારો થશે. આ રેન્કિંગ માળખું પ્રાથમિક સહકારી મંડળીઓને કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે ગેપ આઇડેન્ટિફિકેશન, મૂલ્યાંકન, નિર્ણય લેવાની વ્યવસ્થા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સાથે જ શ્રી શાહ સહકાર મંત્રાલય અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મુખ્ય ક્ષેત્રોમાં ટોચનું પ્રદર્શન કરનાર અને કાર્યરત સહકારી મંડળીઓનું સન્માન કરશે.

About Matribhumi Samachar

Check Also

પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા …