Sunday, December 07 2025 | 04:10:11 PM
Breaking News

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચંદીગઢમાં લેબર બ્યૂરો, ઇપીએફઓ અને ઇએસઆઇસી મોડલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી

Connect us on:

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ચંદીગઢની મુલાકાત લીધી હતી અને શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની મુખ્ય સંસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીએ લેબર બ્યૂરો અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) મોડલ હોસ્પિટલ, ચંદીગઢની મુલાકાત લીધી હતી. તેમની ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કર્યું હતું અને હિતધારકો સાથે વાતચીત કરી હતી.

લેબર બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ અંગે એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન કેન્દ્રીય મંત્રીને આપવામાં આવ્યું હતું. તેમને પ્રાઇસ ઇન્ડેક્સ, લેબર સ્ટેટિસ્ટિક્સ અને સરવે સહિત વિવિધ પ્રવૃત્તિઓના ઉદ્દેશો, અવકાશ અને સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કામદારોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા ડો. માંડવિયાએ આર્થિક વિકાસ, શાસન અને સેવા પ્રદાનને વધારવામાં ડેટા-સંચાલિત નિર્ણય લેવાની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ લેબર બ્યૂરોમાં પંજાબ અને હિમાચલ પ્રદેશ ઝોન હેઠળ ઇપીએફઓ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અને પહેલોની સમીક્ષા પણ કરી હતી. શ્રમિકોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આઇટી સિસ્ટમમાં સુધારાથી ઇપીએફઓની કામગીરીમાં સતત પરિવર્તન આવી રહ્યું છે.

દિવસનાં અંતે કેન્દ્રીય મંત્રીએ ચંદીગઢમાં ઇએસઆઇસી મોડલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઓપીડી રજિસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી, લેબોરેટરી, રેડિયોલોજી યુનિટ, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ), ઓપીડી અને કેઝ્યુલિટી વિભાગો સહિત હોસ્પિટલ સુવિધાઓની મુલાકાત લીધી હતી.

તેમની મુલાકાત દરમિયાન, ડો. માંડવિયાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને ભરોસો આપ્યો હતો કે સરકાર કામદારો અને તેમના પરિવારો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીને હોસ્પિટલના ઓપરેશન્સ, ઉદ્દેશો અને વિઝન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ પ્રાદેશિક કાર્યાલયની કામગીરીની ઝાંખી આપવામાં આવી હતી.

Featured Article

About Matribhumi Samachar

Check Also

ઉપ-રાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન દ્વારા એકતા નગર, ગુજરાત ખાતે ‘સરદાર @150 યુનિટી માર્ચ – રાષ્ટ્રીય પદયાત્રા’ના સમાપન સમારોહની શોભા વધારાઈ

ભારતના ઉપ-રાષ્ટ્રપતિ, શ્રી સી.પી. રાધાકૃષ્ણને, આજે એકતા નગર, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર @150 યુનિટી માર્ચ – રાષ્ટ્રીય પદયાત્રાના …