Sunday, December 07 2025 | 06:59:48 PM
Breaking News

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14થી 20 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 99,22,338 સોદાઓમાં કુલ રૂ.11,21,481.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,16,597.36 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10,04,871.72 કરોડનો હતો. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ જોવા મળ્યા હતા. સોનાના વાયદામાં ઉછાળા સામે ચાંદીના વાયદામાં ઘટાડો થયો હતો. તમામ બિનલોહ ધાતુઓના વાયદા એકંદરે ઢીલાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધી આવ્યા હતા, જ્યારે નેચરલ ગેસમાં નરમાઈનો માહોલ જોવાયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં ઉછાળા સામે મેન્થા તેલનો વાયદો ઘટીને બંધ થયો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,13,147 સોદાઓમાં રૂ.73,204.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.87,781ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.89,796 અને નીચામાં રૂ.87,657 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.931 વધી રૂ.88,706ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,244 વધી રૂ.72,156 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.135 વધી રૂ.9,047ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.952 વધી રૂ.88,646ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.1,01,999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,01,999 અને નીચામાં રૂ.98,518 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,153 ઘટી રૂ.99,392 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,132 ઘટી રૂ.99,317 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,106 ઘટી રૂ.99,313 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 76,337 સોદાઓમાં રૂ.11,339.75 કરોડના વેપાર થયા હતા. તાંબુ માર્ચ વાયદો રૂ.901.95ના ભાવે ખૂલી, રૂ.9.30 વધી રૂ.907.40 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.50 ઘટી રૂ.261.55 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.4.05 ઘટી રૂ.179ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.25 ઘટી રૂ.275ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.3.05 ઘટી રૂ.261.80 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.3.80 ઘટી રૂ.179.60 જસત-મિની માર્ચ વાયદો રૂ.3.20 ઘટી રૂ.275.30 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,14,353 સોદાઓમાં રૂ.32,016.16 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,813ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,948 અને નીચામાં રૂ.5,744 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.107 વધી રૂ.5,897 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.99 વધી રૂ.5,896 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.359ના ભાવે ખૂલી, રૂ.16.60 ઘટી રૂ.352.00 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 16.2 ઘટી 352.3 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.36.91 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.52,790ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.53,500 અને નીચામાં રૂ.52,500 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.560 વધી રૂ.53,350ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.26.60 ઘટી રૂ.931.10 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.46,067.01 કરોડનાં 51,967.277 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.27,137.53 કરોડનાં 2,696.302 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.5,668.17 કરોડનાં 96,88,540 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.26,347.99 કરોડનાં 73,90,74,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,069.42 કરોડનાં 40,617 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.291.67 કરોડનાં 15,935 ટન તાંબાના વાયદાઓમાં રૂ.7,376.81 કરોડનાં 81,415 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,601.85 કરોડનાં 93,650 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.19.85 કરોડનાં 14,832 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.17.06 કરોડનાં 180.36 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 25,262.439 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 945.517 ટન, તાંબાના વાયદાઓમાં 23,925.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 20,266 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,894 ટન તથા જસત અને જસત-મિનીમાં 15,450 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,13,060 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,78,60,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 13,104 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 100.8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.12.64 કરોડનાં 126 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 137 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 21,010 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 21,250 અને નીચામાં 21,010 બોલાઈ, 240 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 409 પોઈન્ટ વધી 21,225 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.10,04,871.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,43,271.44 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.17,330.22 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,58,258.67 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,70,626.49 કરોડનાં કામકાજ થયાં હતાં.

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …