Saturday, December 06 2025 | 11:15:51 PM
Breaking News

એમસીએક્સ પર સોનાનો વાયદો ઉપરમાં ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શ્યોઃ ચાંદીમાં રૂ.838નો ઉછાળો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.75547.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10757.36 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.64784.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19371 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.751.97 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7305.98 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.79700ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.80073 અને નીચામાં રૂ.79700ના ઊંચા સ્તરને સ્પર્શી, રૂ.79626ના આગલા બંધ સામે રૂ.409ના ઉછાળા સાથે રૂ.80035ના ભાવ થયા હતા. આ સામે સોનાનો એપ્રિલ વાયદો ઉપરમાં રૂ.80,749 અને જૂન વાયદો રૂ.81,690ના ઓલ ટાઈમ હાઈના સ્તરને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી વાયદો 8 ગ્રામદીઠ રૂ.97 વધી રૂ.63713ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ જાન્યુઆરી વાયદો 1 ગ્રામદીઠ રૂ.13 વધી રૂ.7895ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.349 વધી રૂ.79943ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.91600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92097 અને નીચામાં રૂ.91600ના મથાળે અથડાઈ, રૂ.91149ના આગલા બંધ સામે રૂ.838ના ઉછાળા સાથે રૂ.91987ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.808 વધી રૂ.91946ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.788 વધી રૂ.91913ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1609.70 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.8.5 વધી રૂ.841.25ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત જાન્યુઆરી વાયદો 70 પૈસા વધી રૂ.271.45ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો રૂ.1.55 વધી રૂ.254.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું જાન્યુઆરી વાયદો 15 પૈસા વધી રૂ.177.65ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1853.09 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો બેરલદીઠ રૂ.6443ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6492 અને નીચામાં રૂ.6431ના મથાળે અથડાઈ, રૂ.6484ના આગલા બંધ સામે રૂ.14 ઘટી રૂ.6470ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.16 ઘટી રૂ.6471ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.7 ઘટી રૂ.330.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો રૂ.7.1 ઘટી રૂ.330.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ જાન્યુઆરી વાયદો કિલોદીઠ રૂ.918.2ના ભાવે ખૂલી, 30 પૈસા ઘટી રૂ.920.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.90 વધી રૂ.53420ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 4680.26 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2625.72 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 874.32 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 277.32 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 32.94 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 425.13 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 341.85 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1511.23 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 3.70 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 5.58 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 18100 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36646 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5479 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 59834 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 24536 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40573 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 155476 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8548 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 16732 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જાન્યુઆરી વાયદો 19319 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19375 પોઈન્ટના સ્તર અને નીચામાં 19319 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 183 પોઈન્ટ વધી 19371 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.13.5 ઘટી રૂ.173.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.8 ઘટી રૂ.0.85ના ભાવ થયા હતા.

સોનું જાન્યુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.287.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.457.5 વધી રૂ.2700ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.61 વધી રૂ.2.39ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 2 પૈસા ઘટી રૂ.0.1ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.13.45 ઘટી રૂ.176.55ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.340ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.8 ઘટી રૂ.0.85ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.274.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.424 વધી રૂ.2550.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ફેબ્રુઆરી રૂ.6500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5.3 વધી રૂ.202.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.3.55ના ભાવે બોલાયો હતો.

સોનું જાન્યુઆરી રૂ.79500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.159.5 ઘટી રૂ.106ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.358 ઘટી રૂ.2693ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 75 પૈસા ઘટી રૂ.0.49ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 78 પૈસા ઘટી રૂ.2.6ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી રૂ.6500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.5 વધી રૂ.203.45ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની જાન્યુઆરી રૂ.330ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.1 વધી રૂ.3.55ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની જાન્યુઆરી રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.9.5 ઘટી રૂ.7ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.348 ઘટી રૂ.2580ના ભાવ થયા હતા.

Featured Article

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …