Monday, December 08 2025 | 08:18:12 AM
Breaking News

એમસીએક્સ પર કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ. 500ની નરમાઈઃ મેન્થા તેલના વાયદામાં સુધારો

Connect us on:

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 83753.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ. 16264.98 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ. 67487.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22087 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ. 1071.61 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13376.82 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95999ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 96239 અને નીચામાં રૂ. 94950ના સ્તરને સ્પર્શી, રૂ. 95912ના આગલા બંધ સામે રૂ. 785 ઘટી રૂ. 95127ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ વાયદો 8 ગ્રામદીઠ રૂ. 226 ઘટી રૂ. 76184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ એપ્રિલ વાયદો 1 ગ્રામદીઠ રૂ. 15 ઘટી રૂ. 9596ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ. 715 ઘટી રૂ. 95092ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 95438ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 95830 અને નીચામાં રૂ. 95000ના સ્તરને સ્પર્શી, રૂ. 95402ના આગલા બંધ સામે રૂ. 402 ઘટી રૂ. 95000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ. 97495ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 97631 અને નીચામાં રૂ. 97077ના સ્તરને સ્પર્શી, રૂ. 97511ના આગલા બંધ સામે રૂ. 93 ઘટી રૂ. 97418ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ. 167 વધી રૂ. 97273ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ. 70 વધી રૂ. 97320 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1076.25 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ. 5395ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ. 5433 અને નીચામાં રૂ. 5303ના મથાળે અથડાઈ, રૂ. 5380ના આગલા બંધ સામે રૂ. 57 ઘટી રૂ. 5323 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ. 58 ઘટી રૂ. 5325 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ. 1.2 વધી રૂ. 264.7 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ. 1.2 વધી રૂ. 264.7 થયો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ. 905ના ભાવે ખૂલી, 30 પૈસા વધી રૂ. 908 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ. 500 ઘટી રૂ. 55450ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10785.15 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2591.66 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1035.42 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 212.11 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 31.75 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 368.86 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 555.67 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 520.58 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 3.96 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.33 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20794 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 44333 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10271 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 122578 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 6871 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17343 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 30447 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 112937 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 16205 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 14842 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22100 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22100 પોઇન્ટના સ્તર અને નીચામાં 21960 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 315 પોઇન્ટ ઘટી 22087 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ. 20.4 ઘટી રૂ. 180.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા વધી રૂ. 13.85ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ. 96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 343 ઘટી રૂ. 640 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 271 ઘટી રૂ. 3425.5 થયો હતો. તાંબું મે રૂ. 860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.3 ઘટી રૂ. 18.14ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ. 260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા ઘટી રૂ. 2.75ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ. 5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ. 35.1 વધી રૂ. 257.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ. 13.35ના ભાવે બોલાયો હતો.

સોનું એપ્રિલ રૂ. 94000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ. 188.5 વધી રૂ. 564 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ. 95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 25.5 ઘટી રૂ. 2266ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ. 850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ. 2.1 વધી રૂ. 18.6 થયો હતો. જસત મે રૂ. 250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 23 પૈસા વધી રૂ. 3.98 થયો હતો.

                                         

Credit : Naimish Trivedi

About Matribhumi Samachar

Check Also

નિકાસ પ્રમોશન મિશન: ભારતની નિકાસ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવા માટે એક એકીકૃત માળખું

હાઇલાઇટ્સ સરકારે નિકાસને વેગ આપવા માટે ₹25,060 કરોડના બજેટ સાથે નિકાસ પ્રમોશન મિશન (EPM) ને મંજૂરી …