Thursday, December 11 2025 | 05:45:33 AM
Breaking News

‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’માં ડાક વિભાગ બહુપક્ષીય સેવા પ્રદાતા તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Connect us on:

ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડાક વિભાગ એક બહુવિધ સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યું છે, જેના દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.  ઉપરોક્ત વિચારો સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે 25 એપ્રિલ 2025 ના રોજ રાજકોટમાં વિભાગીય વડાઓની આર્થિક વર્ષ 2024-25 ના કાર્યોની સમીક્ષા બેઠક અને શ્રેષ્ઠતા સન્માન વિતરણ દરમિયાન વ્યક્ત કર્યા.

 ડાક સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને પહોંચ વધારવા, નાણાકીય સમાવિષ્ટતા, ડિજિટલાઇઝેશન, ટેક્નોલોજીનું એકીકરણ અને માર્કેટિંગની રણનીતિને મજબૂત બનાવવા પર તેમણે ભાર મૂક્યો. આ પ્રસંગે ડાક સેવાઓ અને તેની વિશેષતાઓને બતાવતી ગુજરાતી ભાષામાં એક પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન, સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓની પોસ્ટ ઓફિસોમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 45 થી વધુ પોસ્ટલ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, “ડાકઘરોમાં એક જ છત હેઠળ પત્ર-પાર્સલ, બચત બેંક, વિમો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ડીબીટી, ડિજિટલ બેંકિંગ, આધાર, પાસપોર્ટ, કોમન સર્વિસ સેન્ટર, ડાકઘર નિર્યાત  કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.” ડાકઘર નિર્યાત  કેન્દ્ર દ્વારા ‘લોકલ ટુ ગ્લોબલ’ સંકલ્પનાના અંતર્ગત સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જ્યારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ દેશભરના લાભાર્થીઓને ટૂલ કિટ્સ ડાકઘરો મારફતે મોકલવામાં આવી રહી છે. ઈ-કોમર્સ, એમએસએમઇ, સ્થાનિક હસ્તકલા, ODOP (વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ) અને જી.આઇ. ઉત્પાદનોને ડાકઘરો મારફતે મોકલવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા ડાક નેટવર્કમાં હવે આઇટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ 2.0 દ્વારા ભારતીય ડાક દૂરસ્થ ગ્રામિણ વિસ્તારોમાં પોતાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા જઈ રહ્યું છે, જેથી ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે. ‘ડાક સેવા – જન સેવા’ હેઠળ ગણતંત્ર દિન, સ્વતંત્રતા દિનથી લઈને રાષ્ટ્રીય ડાક સપ્તાહ દરમિયાન ૭૨૦૧ ‘ડાક ચોપાલ’ના માધ્યમથી નાગરિક કેન્દ્રિત સેવાઓ સાથે લોકોને જોડવાના અભિયાનમાં ડાક કર્મચારીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની તેમણે પ્રશંસા કરી.

 પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં ઉત્તમ કામગીરી માટે શ્રી શ્રવણ કુમાર બુનકર, વરિષ્ઠ અધિક્ષક ડાકઘર, રાજકોટ મંડળને સૌથી વધુ નવા બચત બેંક ખાતા ખોલવા અને સૌથી વધુ આધાર રેવન્યૂ માટે સન્માનિત કર્યા. તેમજ ભાવનગર મંડળના અધિક્ષક શ્રી દર્શન તપસ્વી ને સૌથી વધુ નેટ બચત ખાતા ખોલવા, સૌથી વધુ પોસ્ટલ ઓપરેશન રેવન્યૂ અને સૌથી વધુ સ્પીડ પોસ્ટ આવક માટે, સુરેન્દ્રનગર મંડળના અધિક્ષક શ્રી સંજયકુમાર મિસ્ત્રી ને સર્વોચ્ચ ડાક જીવન વિમા પ્રીમિયમ, સર્વોચ્ચ ગ્રામ્ય ડાક જીવન વિમા પ્રીમિયમ, આધાર રેવન્યૂ, નેટ બચત ખાતા ખોલવા અને સ્પીડ પોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટના ઉત્તમ વિતરણ માટે, કચ્છ મંડળના અધિક્ષક ને નેટ બચત ખાતા ખોલવા, ગ્રામ્ય ડાક જીવન વિમા પ્રીમિયમ અને પાર્સલ આવક માટે, જામનગર મંડળના અધિક્ષક શ્રી વિપુલ ગુપ્તા ને સૌથી વધુ પાર્સલ આવક અને આધાર રેવન્યૂ માટે, પોરબંદર મંડળના અધિક્ષક શ્રી રતિલાલ પટેલને પોસ્ટલ ઓપરેશન રેવન્યૂ અને ગ્રામ્ય ડાક જીવન વિમા પ્રીમિયમ માટે, ગોંડલ મંડળના અધિક્ષક શ્રી કૃણાલ શુક્લા ને પાર્સલ આવક અને ડાક જીવન વિમા પ્રીમિયમ માટે, અમરેલી મંડળના અધિક્ષક શ્રી ભાવેશ પટેલ ને ડાક જીવન વિમા પ્રીમિયમ માટે, જુનાગઢ મંડળના અધિક્ષક ને પોસ્ટલ ઓપરેશન રેવન્યૂ માટે, રેલ ડાક સેવા ‘આર.જે’ મંડળ, રાજકોટ ના અધિક્ષકને સ્પીડ પોસ્ટ આવક માટે સન્માનિત કરવામાં આવ્યા.

મંડળો સાથે સાથે ઉપમંડળ સ્તરે ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. આમાં સહાયક અધિક્ષક, સુરેન્દ્રનગર (ઉત્તર) મંડળના શ્રી બળદેવભાઈ ચાવડા, રાજુલા ઉપમંડળના ડાક નિરીક્ષક શ્રી દિલીપ ભુતૈયા, સહાયક અધિક્ષક, ભાવનગર (પશ્ચિમ) મંડળના શ્રી કૃષ્ણદેવસિંહ સરવૈયા ને ડાક ઘર બચત બેંક અંતર્ગત ડાક ઉપમંડળ શ્રેણીમાં નેટ ખાતા ખોલવાના ક્રમશઃ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન માટે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે સન્માનિત કર્યા. ડેવલપમેન્ટ ઓફિસર (ડાક જીવન વિમા) શ્રી કુલદીપકુમાર પુજારા અને ડાયરેક્ટ એજન્ટ શ્રી ગોપાલજી જાડેજાને પણ સન્માનિત કરવામાં આવ્યા.

સન્માનિત થયેલાઓમાં ડાક અધિક્ષક તેમજ સહાયક ડાક અધિક્ષક, ડાક નિરીક્ષક, પોસ્ટમાસ્ટર, પોસ્ટલ આસિસ્ટન્ટ, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ગ્રામીણ ડાક સેવકોનો સમાવેશ થતો હતો.

આ અવસરે વિવિધ મંડળાધ્યક્ષો સાથે સહાયક નિદેશક શ્રી એમ.એચ. હરન અને શ્રી કે.એસ.ઠક્કર, લેખા અધિકારી શ્રી જુગલ કિશોર, સહાયક ડાક અધિક્ષક સુશ્રી પાયલ મેહતા, શ્રી એમ.વી. જોશી, શ્રી એસ.જે. ચુડાસમા, શ્રી કે.બી. પરમાર, ડાક નિરીક્ષક શ્રી ભાવેશ કુબાવત, શ્રી કિશોર ભાટી તથા અન્ય તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About Matribhumi Samachar

Check Also

સ્કોપોસિસ 2025 – અમદાવાદ ખાતે 10 ડિસેમ્બરનાં રોજ એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL), અમદાવાદ 8 થી 12 ડિસેમ્બર, 2025 દરમિયાન ઓપ્ટિક્સ અને ફોટોનિક્સ પર …