ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રાદેશિક કાર્યાલય, જયપુર દ્વારા 26 જૂન 2025ના રોજ અમદાવાદના ભવન્સ શેઠ આર એ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ ખાતે કન્ઝ્યૂમર આઉટર પ્રોગ્રામનું (COP)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં અનિચ્છનીય વાણિજ્યિક સંદેશાવ્યવહાર (UCC) એટલે કે સ્પામ કોલ્સ/સંદેશાઓ, તેમની અસર અને આ જોખમને કાબુમાં લેવા માટે TRAI દ્વારા લેવામાં આવેલા પગલાં અને સેવા પ્રદાતાઓ દ્વારા ગુણવત્તા સુધારણા અને ગ્રાહક ફરિયાદ નિવારણને સુવ્યવસ્થિત કરવાના TRAIના પ્રયાસો વિશે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત TRAI RO જયપુરના સલાહકાર શ્રી રાજેશ કુમાર અગ્રવાલ (ITS)ના સ્વાગત પ્રવચનથી થયું હતું. જેમણે સ્પામ કોલ્સ અને સંદેશાઓની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે ગ્રાહક જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં ગ્રાહકોને છેતરપિંડીભરી પ્રવૃત્તિઓથી બચાવવા માટે TRAIની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. સંયુક્ત સલાહકાર શ્રી જે.પી. ગર્ગે સ્પામિંગને રોકવા માટે TRAIની પહેલ, TRAI DND એપ અને અન્ય ગ્રાહક હિતની પહેલો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

ટેલિકોમ્યુનિકેશન વિભાગના LSA ગુજરાતના ડિરેક્ટર શ્રી અંકિત શર્મા દ્વારા સાયબર ગુનાઓને નિયંત્રિત કરવા માટે DoT પહેલ અને કોમ્યુનિકેશન કમ્પેનિયન એપ/પોર્ટલ અને EMF રેડિયેશન જાગૃતિ વિશે ગ્રાહક જાગૃતિ પર એક વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રાહક અધિકાર જૂથો વચ્ચે સક્રિય વાર્તાલાપ જોવા મળ્યો જેમાં વાસ્તવિક જીવનના છેતરપિંડીના કેસો અને નિવારક પગલાંની ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમનું સમાપન શ્રી અમિત પ્રકાશ SRO દ્વારા તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવાની સાથે થયું હતું.
Matribhumi Samachar Gujarati

