Saturday, December 06 2025 | 07:16:07 PM
Breaking News

અમિત શાહે ભારતને પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029 એનાયત થવા બદલ ખુશી વ્યક્ત કરી, તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી

Connect us on:

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ભારતને પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029ના યજમાન અધિકારો એનાયત થવા પર ખુશી વ્યક્ત કરી, તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી..

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતને પ્રતિષ્ઠિત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-2029ના યજમાન અધિકારો એનાયત થવાથી દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે ભારતની ગેમ્સનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં બનેલા વ્યાપક રમતગમત માળખાની વૈશ્વિક માન્યતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ગેમ્સ માટે અમદાવાદની પસંદગી, જેમાં પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસીસ 50થી વધુ રમતોમાં ભાગ લેશે, તે રમતગમતના સ્થળ તરીકે શહેરની વધતી જતી પ્રતિષ્ઠાનો પુરાવો છે.

1985થી દર બે વર્ષે એક વાર વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં, તેની શરૂઆતથી રમતોની 20 આવૃત્તિઓ (યુએસએ – 8 વખત, કેનેડા – 5 વખત, યુરોપ – 4 વખત, યુકે – 2 વખત અને ચીનમાં – એક વખત) યોજાઈ ચૂક્યા છે. આ રમતો પોલીસ / ફાયર / મેડિકલ / ઇમરજન્સી / ડિઝાસ્ટર સર્વિસીસ અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ વગેરેના સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે ખુલ્લી છે. ભારતીય પોલીસ ટુકડીએ સૌપ્રથમ 2007માં એડિલેડ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં આ રમતોમાં ભાગ લીધો હતો. છેલ્લી (20મી આવૃત્તિ) વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ 26 જુલાઈ – 6 ઓગસ્ટ, 2023 દરમિયાન કેનેડાના વિનિપેગમાં યોજાઈ હતી, જ્યાં 133 ભારતીય પોલીસ ખેલાડીઓએ રેકોર્ડ 343 મેડલ (ગોલ્ડ – 224, સિલ્વર – 82, બ્રોન્ઝ – 37) જીત્યા હતા.

2007માં ભાગ લીધા પછી, ભારતીય પોલીસ ટુકડીએ રમતોના 8 આવૃત્તિઓમાં 1400થી વધુ મેડલ જીત્યા છે. વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે ભારતીય ટુકડીની પસંદગી તે વર્ષ દરમિયાન યોજાતા વાર્ષિક ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. ઓલ ઈન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, દેશમાં પોલીસ રમતોનું આયોજન કરવા માટેની સંચાલક સંસ્થા, જેમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF), સ્ટેટ પોલીસ ફોર્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓના 53 સભ્ય સંગઠનો છે, જે દર વર્ષે 40 વાર્ષિક પોલીસ ગેમ્સનું આયોજન કરે છે. તે વર્ષે ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સ દરમિયાન વિવિધ રમતોમાં ગોલ્ડ મેડલ વિજેતાઓને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે ભારતીય ટીમ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે.

About Matribhumi Samachar

Check Also

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણીમાં 48મા ‘વાર્ષિક ખેલ દિવસ’ની રંગારંગ ઉજવણી

પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ છાવણી ખાતે આજે વાર્ષિક ખેલ દિવસ (Annual Sports Day)ની …