Monday, January 26 2026 | 02:12:23 PM
Breaking News

હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરનનું ઇ-કોમર્સ નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Connect us on:

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન વેચતા વેપારી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ફ્લોર 1, બ્લોક નં. 29 દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, કોમલ ઇન્ટરનેશનલ સર્કલ પાસે, 150 ફૂટ બમરોલી રોડ ઉધના, સુરત, ગુજરાત – 395017 તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન દુકાન માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ થી વેચાણ કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી ભારી માત્રા માં ISI માર્ક વગરના અને ખોટા ISI માર્ક વાળા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન મળી આવ્યા હતા અને જપ્ત કરી લીધા.આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કિચન ઇક્વિપમેન્ટ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2018 અને ઇલેક્ટ્રિક વાયર, કેબલ્સ, એપેરટસ અને પ્રોટેક્શન ડિવાઇસીસ અને એસેસરીઝ (ગુણવત્તા નિયંત્રણ), 2010 નું ઉલ્લંઘન છે. માન્ય ISI માર્ક વિના હેન્ડ બ્લેન્ડર (01-05-2019 થી) અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓ (19-10-2010 થી) વેચવા, ઉત્પાદન અને સંગ્રહ કરવો એ “BIS એક્ટ 2016” ની કલમ 17 નું ઉલ્લંઘન છે. ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 (ફોન નં. 0261 29900712991171, 2992271, 2990690) પર લખી શકે છે. ફરિયાદ ને [email protected] અથવા [email protected] પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

About Matribhumi Samachar

Check Also

સોનાના વાયદામાં રૂ.437 અને ચાંદીના વાયદામાં રૂ.6912ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

કોમોડિટી વાયદાઓમાં રૂ.82193 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.178147 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.72302 કરોડનાં કામકાજઃ …