Wednesday, January 07 2026 | 02:51:18 AM
Breaking News

76માં પ્રજાસત્તાક દિવસ સમારોહનું સમાપન વિજય ચોક ખાતે મધુર બીટિંગ રીટ્રીટ સમારોહની સાથે થશે

Connect us on:

રાયસીના હિલ્સ પર અસ્ત થતા સૂર્યની ભવ્ય પૃષ્ઠભૂમિમાં, પ્રતિષ્ઠિત વિજય ચોક ખાતે તા. 29 જાન્યુઆરી, 2025ના રોજ 76માં પ્રજાસત્તાક દિવસ સમારોહના સમાપન પ્રસંગે બીટિંગ રીટ્રીટ સમારોહ દરમિયાન ભારતીય ધૂનોના સૂરોમાં ડૂબી જશે. ભારતીય સેના (IA), ભારતીય નૌકાદળ (IN), ભારતીય વાયુસેના (IAF) અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)નાં બેન્ડ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ, અન્ય કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને જનતા સહિત પ્રતિષ્ઠિત પ્રેક્ષકો સમક્ષ 30 ફુટ-ટેપિંગ ભારતીય ધૂનો વગાડશે.

સમારોહની શરૂઆત સમૂહ બેન્ડની ધૂન ‘કદમ કદમ બઢાયે જા’ની સાથે થશે. ત્યારબાદ ‘અમર ભારતી’, ‘ઇન્દ્રધનુષ’, ‘જય જન્મ ભૂમિ’, ‘નાટી ઇન હિમાલયન વેલી’, ‘ગંગા જમુના’ અને ‘વીર સિયાચીન’ જેવી મનમોહક ધૂન પાઇપ્સ એન્ડ ડ્રમ્સ બેન્ડ દ્વારા વગાડવામાં આવશે. CAPF બેન્ડ ‘વિજય ભારત’, ‘રાજસ્થાન ટ્રુપ્સ’, ‘એ વતન તેરે લિયે અને ‘ભારત કે જવાન’ વગાડશે.

ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા ‘ગેલેક્સી રાઇડર’, ‘સ્ટ્રાઇડ’, ‘રુબરુ’ અને ‘મિલેનિયમ ફ્લાઇટ ફેન્ટસી’ જેવી ધૂન વગાડવામાં આવશે, જ્યારે ભારતીય વાયુસેનાનું બેન્ડ ‘રાષ્ટ્રીય પ્રથમ’, ‘નિષ્કર્ષ નિષ્પદ’, ‘આત્મનિર્ભર ભારત’, ‘સ્પ્રેડ ધ લાઈટ ઓફ ફ્રીડમ’, ‘રિધમ ઓફ ધ રીફ’ અને ‘જય ભારતી’ વગાડશે. ત્યારબાદ ભારતીય વાયુસેનાનું બેન્ડ ‘વીર સપૂત’, ‘તાકાત વતન’, ‘મેરા યુવા ભારત’, ‘ધ્રુવ’ અને ‘ફૌલાદ કા જીગર’ વગાડશે.

ત્યારબાદ સામૂહિક બેન્ડ્સ ‘પ્રિયમ ભારતમ’, ‘એ મેરે વતન કે લોગોં’ અને ‘ડ્રમર્સ કોલ’ જેવી ધૂન વગાડશે. કાર્યક્રમનું સમાપન બ્યુગલર્સ દ્વારા વગાડવામાં આવનાર સદાબહાર લોકપ્રિય ગીત ‘સારે જહાં સે અચ્છા’ની ધૂન સાથે થશે.

સમારોહના મુખ્ય સંચાલક કમાન્ડર મનોજ સેબેસ્ટિયન હશે. IA બેન્ડના સંચાલક સુબેદાર મેજર (માનદ કેપ્ટન) બિશન બહાદુર હશે, જ્યારે એમ એન્ટની, MCPO MUS II અને વોરંટ ઓફિસર અશોક કુમાર અનુક્રમે IN અને IAFના સંચાલક હશે. CAPF બેન્ડના સંચાલક હેડ કોન્સ્ટેબલ જીડી મહાજન કૈલાશ માધવ રાવ હશે.

પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડ સુબેદાર મેજર અભિલાષ સિંહના નિર્દેશન હેઠળ વગાડશે, જ્યારે બ્યુગલર્સ નાયબ સુબેદાર ભૂપાલ સિંહના નેતૃત્વ હેઠળ પરફોર્મ કરશે.

About Matribhumi Samachar

Check Also

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખ આપ્યા, જેનાથી તેમની આવક બમણી થઈ અને રેડ સેન્ડર્સના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન મળ્યું

NBAએ રેડ સેન્ડર્સના ખેડૂતોને ₹45 લાખનું વિતરણ કર્યું, જેનાથી બેવડી આવક શક્ય બની અને રાષ્ટ્રીય જૈવવિવિધતા …